ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૩૦.૨૧ લાખ હેક્ટર વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

| Updated: July 6, 2022 6:50 pm

ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં કૃષિ પાક પરિસ્થિતિ અને કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ આજે સ્વર્ણિમ સંકૂલ ખાતે જાણકારી આપી હતી. રાજ્યમાં ઓછો વરસાદ અને પાણીની સમસ્યા સામે વાવેતર ઓછું થતાં કૃષિ મંત્રીએ જાણકારી આપી હતી.

મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તાર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ ૮૬.૩૧ લાખ હેક્ટર હતું જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૩૦.૨૧ લાખ હેક્ટર એટેલે કે ૩૪.૯૯ % માં વાવેતર થયેલ છે. રાજ્યમાં કુલ ૩૦.૨૧ લાખ પૈકી મુખ્ય પાક જેવા કે મગફળીનું વાવેતર ૧૦.૧૫ લાખ હે. (૩૩.૬૦ %), ક્પાસનું વાવેતર ૧૫.૫૬ લાખ હે.(૫૧.૫૦%), તેમજ અન્ય ધાન્ય તથા કઠોળ પાકોનુ વાવેતર ૪.૫૦ લાખ હે. (૧૪.૯૦ %) નોધાયેલ છે.

મંત્રીએ જણાવ્યું કે, રાજયમાં ગત અઠવાડીયા દરમ્યાન મોટાભાગના જિલ્લામાં સાર્વત્રીક વરસાદ નોધાયેલ છે. જેમાં કુલ ૧૧૯ તાલુકામાં ૧૨૫ મીમી કરતા વધુ વરસાદ નોધાયેલ છે. જેમાં કુલ ૯૨ તાલુકામાં ૫૧ મીમી થી ૧૨૫ મીમી વરસાદ નોધાયેલ છે. જેમાં કુલ ૪૦ તાલુકામાં ૫૦ મીમી સુધી વરસાદ નોધાયેલ છે. આમ હાલ રાજ્યમાંવરસાદની એકંદર પરીસ્થિતી સંતોષકારક રીતે પ્રગતિમાં હોય ચાલુ ખરીફ ઋતુમાં પાક વાવેતરમાં વેગ આવવાની પુરતી સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ ખરીફ-૨૦૨૨ ઋતુમાં તા: ૦૪-૦૭-૨૦૨૨ અંતિતરાજ્યનો નોર્મલ વિસ્તારની સરખામણીમાં થયેલ વાવેતર વિસ્તાર જેમાં કુલ ઘાન્ય પાકો નોર્મલવાવેતર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 13,44,989 હેક્ટર હતા જેમાં 76,205 ચાલુ વર્ષે અત્યાર સુધીમાં થયેલ વાવેતર વિસ્તાર છે. કુલ તેલીબીયાં પાકો 28,02,864 હેક્ટર હતા જે ચાલુ વર્ષે અત્યાર સુધી 11,02,136 છે અને કુલ વાવેતરની વાત કરીએ તો 86,31,585ની સામે માત્ર 17,91,774 હેક્ટરમાં વાવેતર થયું છે.

Your email address will not be published.