કોંગ્રેસના ચાણક્યનો પુત્ર નારાજ: પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ કશું જ સાંભળતા નથી, મારા માટે બધા ઓપ્શન ખુલ્લા

| Updated: April 5, 2022 4:30 pm

કોંગ્રેસના ચાણક્ય અને દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી એક ટ્વિટ કર્યો છે. તેમના આ ટ્વિટથી પાર્ટીમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. ફૈઝલે કહ્યું કે મારી પાસે વિકલ્પો ખુલ્લા છે, હું રાહ જોઈને થાકી ગયો છું,પાર્ટી કમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું નથી.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલે જણાવ્યું હતું કે હાલ રાજકારણમાં પ્રવેશ કરવા માટે તૈયાર નથી. એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, “1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડશે તો અમારું મુખ્ય લક્ષ્ય પૂર્ણ કરશે.ફૈઝલ દ્વારા કરવામાં આવેલ અંતિમ ટ્વિટને લઈ કોંગ્રેસમાં ચર્ચાનો દોર શરુ થયો હતો. ફૈઝલે કહ્યું હતું કે જો તે રાજકારણમાં જોડાશે તો ચૂંટણીના રાજકારણમાં નહીં પ્રવેશે, પરંતુ પાર્ટી માટે કામ કરશે.

તમને જણાવી દઈએ કે, અહેમદ પટેલે સોનિયા ગાંધીના ‘સૌથી શક્તિશાળી’ નેતાઓમાંથી એક હતા. કોંગ્રેસ તેમની સલાહ લેતી હતી. અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સચિવ પણ હતા અને UPA શાસનના 10 વર્ષ દરમિયાન દેશના ટોચના ત્રણ રાજકારણીઓમાં સામેલ હતા. જો કે, તેમણે તેમના પુત્ર કે પુત્રી મુમતાઝ પટેલને રાજકારણમાં આવવામાં મદદ કરી ન હતી. તેમના બંને બાળકોએ હજુ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો નથી. કોંગ્રેસના ચાણક્ય એવા અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન 25મી નવેમ્બરે વેદાંતા હોસ્પિટલમાં વહેલી સવારે 3:30 કલાકે નિધન થયું હતું.

Your email address will not be published.