અમદાવાદ: AIMIMમાં રાજીનામું આપવાનો સિલસિલો યથાવત,રમોલ વિસ્તારના 21 પદાધિકારીઓએ રાજીનામું આપ્યું

| Updated: April 20, 2022 4:59 pm

AIMIM (AIMIM )માં રાજીનામાંનો સિલસિલો યથાવત છે. રામોલ વોર્ડ પ્રમુખ અનવર અલી સૈયદે પોતાના 21 પદાધિકારીઓ સાથે રાજીનામું આપ્યું હતું . ગુજરાત ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના ઉપાધ્યક્ષ શમશાદ પઠાણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાલા સાથેના મતભેદોને ટાંકીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું જેમાં પઠાણે રવિવારે કાબલીવાલાને એકપક્ષીય નિર્ણયો લેવાનો કે જે ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદ કરવાનો આરોપ લગાડ્યો હતો  ત્યારપછી તેમણે તેમના રાજીનામાની જાહેરાત કરી હતી.

થોડાજ  દિવસો બાદ, અમદાવાદના રામોલ વિસ્તારના વોર્ડ પ્રમુખ અનવરઅલી સૈયદે AIMIMના 21 જેટલા હોદ્દેદારો સાથે  મંગળવારે રાજીનામું આપ્યું હતું.

સૈયદે કાબલીવાલાને લખેલા રાજીનામાનો પત્ર ફેસબુક પર પોસ્ટ કર્યો જેમાં તેણે જણાવ્યું હતું કે “શમશાદ પઠાણના રાજીનામુ આપ્યા બાદ એમણે થોડાજ દિવસોમાં રાજીનામું આપ્યું હતું. અને કહ્યું હતું કે પાર્ટી પાસે કોઈ વિઝન નથી અને તે ધ્રુવીકરણમાં સામેલ છે. તેઓએ અને AIMIM રામોલ વોર્ડના અન્ય 20 પદાધિકારીઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેમ સૈયદે તેમના પત્રમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: મોદી આવે તો તોફાન બંધ, આ છે ગુજરાતનું અશાંતિનું મોડેલઃ મેવાણી

સોમવારે AIMIMના વધુ બે પદાધિકારીઓએ તેમના પગલે રાજીનામું આપ્યું હતું .

પાર્ટીના ઉપ-પ્રમુખ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે સંદેશ આપે છે કે અહીં અમારા કાર્યકરો સાથે કંઈપણ થઈ શકે છે. અસદુદ્દીન ઓવેસીની મુલાકાત દરમિયાન 14 એપ્રિલે બનેલી ઘટના માટે કાબલીવાલાએ શમશાદને ખોટી રીતે દોષી ઠેરવ્યા છે.

ઓવૈસી 14મી એપ્રિલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવા અમદાવાદમાં એક દિવસની મુલાકાતે આવ્યા હતા. અહેવાલ મુજબ, ઓવેસી જ્યારે 14 એપ્રિલે પહોંચ્યા હતા ત્યારે તેનો વિરોધ કરતા કેટલાક પોસ્ટરો જુહાપુરામાં જોવા મળ્યા હતા.

Your email address will not be published.