અમદાવાદમાં 43 જવાનો કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ફફડાટ

| Updated: January 13, 2022 6:25 pm

અમદાવાદ શહેરમાં કોરોના કેસો રોકેટ ગતિએ વધતા તંત્રની ઉંઘ હરામ થઈ છે. ત્યારે ગત સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. તો બીજી બાજુ શહેરમાં 43 જેટલા પોલીસકર્મી કોરોના સંક્રમિત થતા પોલીસબેડમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કોરોના વાયરસે ફરી એકવાર અમદાવાદ શહેરને બાનમાં લીધું છે. કોરોના કેસ વધવાને પગલે અમદાવાદ શહેરમાં ફરજ બજાવી રહેલા તમામ પોલીસ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 43 પોલીસજવાનો કોરોના સંક્રમિત થયા. જો કે, કોઈ પણ પોલીસ કર્મીની હાલત એવી થઈ નથી કે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડે. જે પોલીસ કર્મીની વય વધારે હોય તેઓને નજીકના જ પોલીસ મથકે નોકરી આપવા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાની એન્ટ્રી થતા તબીબોમાં ફરી એકવાર ભય જોવા મળી રહ્યો છે. 20 ડોક્ટરો સહિત કુલ 35 કોરોના વોરિયર્સ સંક્રમિત થયાં છે. જેથી તકેદારીના ભાગરૂપે એકબીજાના સંપર્કમાં આવનાર સ્ટાફને કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે તાકિદ કરી છે.

Your email address will not be published.