Ahmedabad: ચોરની ચોરી પક્ડાઇ, મોબાઇલ વેચવા ગયો અને પકડાઈ ગયો કેવી રીતે આરોપીને પોલીસે ઝડપ્યો

| Updated: January 23, 2022 1:41 pm

અમદાવાદ ગ્રામ્ય SOGએ ચોરની ધરપકડ કરી તેની પાસેથી સવા બે લાખના 36 ચોરીના મોબાઈલ કબજે કર્યા હોવાની માહિતી મળી રહી છે.રાજયમાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચોર ચોરીના મોબાઇલ વેચવા જતા ઝડપાઇ ગયો છે.જેમા પોલીસ દ્વારા મોબાઇલ વેચવા જતા ચોર પકડાઇ ગયો હોવાની વાત સામે આવી છે.મોબાઇલ વેચવા જતા વ્યક્તિને ઊભો રાખી પુછતા કઇક અલગ લાગતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન માહિતી મળી કે આ જે મોબાઇલ છે તે ચોરીના છે અને આમ આ ચોરની ચોરી પોલીસે ઝડપી પાડી હતી.

ગ્રામ્ય SOG પોલીસને બાતમી મળી હતી કે એક માણસ પોતે અલગ અલગ દુકાનોમાંથી ચોરી કરીને મોબાઇલ વેચવા સાણંદ તરફ જઇ રહ્યો છે અને આ બાતમીના આધારે શાંતિપુરા સર્કલથી સાણંદ જવાના હાઇવે ઉપર આવેલ ફોર્ડના શો રૂમની સામે પોલીસે આ વ્યક્તિને રોકવામાં આવ્યો હતો.36 ચોરી કરાયેલા મોબાઈલ મળી આવતા તે ચોર હોવાનું જણાયુ હતુ. જેથી SOGએ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ કરતા માહિતી મળી હતી કે આ આરોપી ખેડાના પીપળાતાનો રહેવાસી છે.આ આરોપી જશવંત સામે અગાઉ પણ અનેક ગુનાઓ અને કેસ નોંધવામાં આવ્યા છે અને આરોપીની “Pocket Cop”ની મદદથી સર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે આરોપી વિરૂધ્ધ અગાઉ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે અને તેણે અનેકો વાર ચોરી કરી છે અને તેની સાથે પોલીસ દ્વારા અનેકો વાર તેને પક્ડી પાડવામાં આવ્યો છે

“Pocket Cop” એક એવી મોબાઇલ એપ્લિકેશન છે કે જેમાં 68 લાખ જેટલા ગુનેગારોના ગુના અને તેમના વિશેની માહિતી રાખવામાં આવી છે અને આ માહિતીને લઇને આ ચોરની વધારે માહિતી મળી હતી.વધુ તપાસ કરતા માહિતી મળે છે કે 36 માંથી 26 મોબાઇલની ચોરી અમદાવાદ શાંતિપુરા સર્કલ પાસે આવેલા નસીબ ટેલીકોમ મોબાઇલની દુકાનમાંથી તથા 10 મોબાઇલની ચોરી આણંદ જિલ્લાના પેટલાદ રોડ ઉપર બાંધણી ચોકડી પાસે આવેલા આશાપુરા મોબાઇલની દુકાનમાંથી કરવામાં આવી હતી અને આ આરોપી સામે પોલીસ દ્વારા ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેને લઇને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સાથે સોંપવામાં આવ્યો છે.

આરોપીની ગુના આચરવાની મોડેસ ઓપરેન્ડીઆરોપી પતરાવાળી છત હોય તેવી જ દુકાનો ટાર્ગેટ બનાવતો હતો. છત ઉપરથી પાના વડે પતરાના બોલ્ટ ખોલી અંદર ઉતરી માલ સામાનની ચોરી કરતો હતો અને પોલીસને શંકા ના જાય તે માટે ચોરી કરવા સાયકલનો ઉપયોગ કરતો હતો.

આરોપી તમામ ચોરી મોજશોખ માટે કરતો હોય તેવું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હોવાની વાત સામે આવી છે અને આગામી દિવસોમાં તેની સાથે કોણ સંડોવાયેલું છે તે દિશામાં SOGએ વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.