અમદાવાદ એરપોર્ટ શટલ બસ સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થશે

| Updated: October 16, 2021 12:15 pm

અમદાવાદ એરપોર્ટનો ઉપયોગ કરતા સેંકડો પ્રવાસીઓને આનંદ થાય તેવી જાહેરાત કરતા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું છે કે એસજી હાઇવેથી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (એસવીપીઆઇ) એરપોર્ટ સુધી શટલ બસ સેવા એકાદ સપ્તાહમાં ફરી શરૂ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને SVPI સત્તાવાળાઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

AMC તેના તાજેતરમાં હસ્તગત કરેલી ઇલેક્ટ્રિક બસોના કાફલામાંથી 15 બસોને 19 કિલોમીટરના રૂટ પર તૈનાત કરશે. આ મુસાફરીનું ભાડું રૂ. 50 રૂપિયા રોકડ અથવા જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે ચૂકવીને મુસાફરી કરી શકાશે.

આ બસ સેવા સવારના 6 થી રાતના 11 વાગ્યાસુધી દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક એરલાઇન્સને 18 ઓક્ટોબરથી 100% ક્ષમતા પર સંચાલન કરવાની મંજૂરી આપી હોવાથી વધુ ને વધુ મુસાફરોને આ સગવડ કામમાં આવે એમ છે.

Your email address will not be published. Required fields are marked *