Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ બંધ થઈ જશે? જાણો એરપોર્ટના પ્રવક્તાએ શું જણાવ્યું

| Updated: January 10, 2022 4:26 pm

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને(Ahmedabad Airport) લઈને એક મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે.જેમાં જાણકારી સામે આવી છે કે અમદાવાદ એરપોર્ટના રન-વે 17 જાન્યુઆરીથી 31 મે સુધી સવારે 9થી 6 દરમિયાન બંધ રહેવાનો હોવાથી ફ્લાઇટનું સંચાલન નહીં થાય તેવી માહિતી મળી રહી છે.અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) બંધ થઈ જશે તે વાંચીને તમને ઝડકો લાગ્યો હશે ..પરંતુ મળતી માહિતી પ્રમાણે વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વેના મેઇન્ટેનન્સની કામગીરી આગામી દિવસોમાં ચાલું કરનાર છે. જેના કારણે આગામી 17 જાન્યુઆરીથી 31 મે સુધી સવારે 9 થી સાંજે 6 દરમિયાન રન-વે બંધ રહેશે.

તેની સાથે અમદાવાદને જોડતી કેટલીક ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવશે અને તેની સાથે અમૂકને વડોદરાથી ઓપરેટ કરવામાં આવશે તેવી હાલ માહિતી આપવામાં આવી છે.

સલામતીના આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને રન-વેને મેઇન્ટેનન્સ માટે બંધ રાખવો તે પણ એક ફરજિયાત પ્રક્રિયા છે. જેના પગલે સેફ્ટી રેગ્યુલેટરની માર્ગદર્શિકા મુજબ તમામ સહયોગીઓનો સંપર્ક કરીને વિચાર કરવામાં આવ્યો છે.

મહત્તમ ફ્લાઇટ્સ ચાલુ રાખી શકાય તેના માટે પ્રયાસો પણ કરાઇ રહ્યા છે.હાલની જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ખાતે હાલમાં દરરોજ 136 ફ્લાઈટનું આગમન થાય છે.આ દરમિયાન 33 ફ્લાઇટની અવર-જવર બંધ રહેશે જ્યારે 15 ફ્લાઇટને રીશેડયૂલ કરાશે તેવી માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: વલસાડની નાની સરોણ ગામમાં આતંક મચાવનાર દીપડી આખરે પાંજરે પુરાઈ

દિવાળી ઉપર આ કામગીરી કરવાની હતી પરંતું શેડયુલ ખોરવાય નહીં અને હાલાકીનો સામનો કરવો ન પડે લોકોને તેને લઇને નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.અને સાથે જ વાઇબ્રન્ટ સમિટને પગલે રન-વે રિસરફેસિંગની કામગીરી 17 જાન્યુઆરીએ લઇ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Your email address will not be published. Required fields are marked *