અમદાવાદ: સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર શખ્સ સામે FIR નોંધાઈ

| Updated: June 13, 2022 9:52 am

અમદાવાદ શહેરના અજીત મિલ ચોકડી પાસે લોટસ રેસિડેન્સીના રહેવાસી આરોપી ઈર્શાદ અંસારી (36) એ ભાજપની ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીનો વિરોધ કરવા માટે કથિત રીતે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. આ મામલે શનિવારે સાયબર ક્રાઈમ પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો.

એફઆઈઆર મુજબ, ઈર્શાદ અંસારીએ 10 જૂનની રાત્રે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં થયેલી હિંસાને કથિત રીતે વાજબી ઠેરવી હતી. સાયબર ક્રાઈમ પોલીસના વાયરલેસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે કે મોદીએ તેમની એફઆઈઆરમાં જણાવ્યું કે, તેઓ અન્ય પોલીસ અધિકારીઓ સાથે સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા હતા જે દરમિયાન તેમને અંસારીની પોસ્ટ મળી હતી.

“ફેસબુક પરની તેમની પોસ્ટમાં, અંસારીએ કથિત રીતે કહ્યું હતું કે રાંચી અને ઉત્તર પ્રદેશના લોકોએ પયગંબર પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવી હતી અને અમદાવાદના લોકોએ કંઈ ન કરતા શરમ આવવી જોઈએ.” એફઆઈઆરમાં એ પણ ઉમેર્યું હતું કે, અંસારીએ અન્ય પોસ્ટમાં દાવો કર્યો હતો કે પોલીસે રાંચીમાં વિરોધ કરનારાઓ પર ગોળી ચલાવી હતી જેમાં 18 યુવાનો ઘાયલ થયા હતા અને તેમાંથી બે મૃત્યુ પામ્યા હતા.

પોલીસે રખિયાલમાં કપડાની ફેક્ટરી ચલાવતા અન્સારી સામે જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવાના આરોપો સાથે IPC 153 હેઠળ ફરિયાદ નોંધી હતી.

અંસારી એકતા સંગઠન નામના વ્હોટ્સએપ જૂથમાં, નુપુર શર્મા સામેના વિરોધને સમર્થન આપ્યું હતું અને 10 જૂને મિર્ઝાપુરમાં વિરોધમાં એકઠા થયેલા લોકોની અનેક તસવીરો શેર કરી હતી.

એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અંસારીની પોસ્ટ્સે એક સમુદાયના સભ્યોને અન્ય સમુદાયના સભ્યો વિરુદ્ધ ગુનો કરવા માટે ઉશ્કેર્યો હતો અને એવી પોસ્ટ્સ શેર કરી હતી જે લાગણીઓને ભડકાવી શકે છે અને બે સમુદાયો વચ્ચે નફરત પેદા કરી શકે છે.”

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 18 મહિનામાં સાયબર ક્રાઇમની 4,985 ફરિયાદો

Your email address will not be published.