અમદાવાદ અને બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડની ચાર્જશીટ 10 દિવસમાં પૂર્ણ કરવા તૈયારી, મિથેનોલના સપ્લાયર વોન્ટેડ

| Updated: August 4, 2022 9:34 pm

ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડની તપાસ પૂર ઝડપે ચાલી રહી છે. કમીટી વારંવાર ત્યા પહોચી રહી છે તપાસ અધિકારીઓ કેસની ચાર્જશીટ 10 દિવસમાં પૂર્ણ કરવાની તૈયારી હાથ ધરાઇ છે. મિથેનોલનો સપ્લાયર કરનાર સમીર પટેલ ભુગર્ભમાં ઉતરી ગયો છે. બીજી તરફ બેદરકારીથી લઇ શંકાસ્પદ ભુમિકાની તપાસ કરતી કમીટી પણ તેનો મોટાભાગનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. તે પણ ટુંક સમયમાં સરકારમાં સબમીટ કરવામાં આવશે. જેટલા આરોપીઓના નામ પાછળથી ખુલ્યા છે તેમને ચાર્જશીટમાં વોન્ટેડ જાહેર કરવાની તૈયારી કરી દેવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદ અને બોટાદ જિલ્લામાં તાજેતરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બની હતી અને તેના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય ફરી બદનામ થયુ હોવાનું મનાય છે. તેવામાં દારુ ન વેચાતો હોવાનું બતાવી તેને કેમિકલ કાંડ બનાવવા પણ પ્રયાસો કરાયા હતા પરંતુ આખરે દારુ હોવાનું સ્પષ્ટ થયું હતું. લઠ્ઠાંકાડ થયા બાદ કેમિકલ જેની કંપનીમાં આવ્યું હતુ તે અમોસના માલિક સમીર પટેલ અને તેમના સાથી ભુગર્ભમાં જતા રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બોટાદમાં તાજેતરમાં અધિકારીની બદલી થઇ હતી પરંતુ અમદાવાદ જિલ્લામાં અધિકારીઓ જાણકાર અને અનુભવી હતા. અમદાવાદ જિલ્લામાં અગાઉ પકડાયેલા દારૂ સંદર્ભે કેટલાક પોલીસ કર્મીઓની ભુમિકા શંકાસ્પદ હોવાનું સ્પષ્ટ થયું હતુ. ચોક્કસ અધિકારી માટે તો રેન્જ આઇજીએ રિપોર્ટ પણ કર્યો હોવાનું રાજ્યના વડા સહિતના અધિકારીઓ જાણતા હતા. તેમ છતાં શંકાસ્પદ અધિકારીઓ પર કોઇ કાર્યવાહી થતી ન હતી અને તેમને કોનું રક્ષણ મળતું હતુ તે ચર્ચા ચાલી રહી હતી દરમિયાનમાં લઠ્ઠાંકાડ સર્જાતા તેમા પણ તેઓ બહાર આવશે કે નહી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ જિલ્લા અને બોટાદ જિલ્લામાં કેટલાક શંકાસ્પદ પોલીસ કર્મચારીઓ જે ગુનેગાર સાથે સબંધો ધરાવતા હતા તેની પણ તપાસ કરવા માટે ગાંધીનગરથી સૂચના આપી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે કોઈને પણ નહીં છોડવામાં આવે તેવી તૈયારીઓ તપાસ એજન્સી અને એસઆઇટી દ્વારા કરી દેવામાં આવી છે પરંતુ સરકાર પગલા ભરશે કે કેમ તે હવે જોવાનું રહંયું.

Your email address will not be published.