Ahmedabad: બેન્ક કર્મચારીએ 11.54 લાખ રૂપિયાની ચોરી કરી

| Updated: July 30, 2022 3:56 pm

અમદાવાદમાં (Ahmedabad) કેનેરા બેંકમાં તેના જ એક કર્મચારીએ તેની દેખરેખ હેઠળની કરન્સી બોક્સમાંથી નાણાંની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ પૈસાની ઉચાપત 30 જૂનથી 6 જુલાઇની વચ્ચે કરવામાં આવી હતી.

છારોડીનો રહેવાસી આરોપી સુનિલ પટેલ વિરુદ્ધ ગુરુવારે નવરંગાપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આસિસ્ટન્ટ જનરલ મેનેજર સંદિપ સિરોહી દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

એફઆઈઆરમાં જણાવ્યા મુજબ સુનિલ કરન્સી બોક્સ મેનેજર હતો ત્યારે પૈસાની ચોરી થઈ હતી. ફરિયાદમાં મેનેજરે જણાવ્યું હતું કે, આરોપી સુનિલ પટેલ નવરંગપુર ખાતે કરન્સી મેનેજર છે અને તેની પાસે તેની ચાવીઓ છે.1 જુલાઈના ઓડિટ દરમિયાન કરન્સી બોક્સમાંથી 6.28 લાખ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે સુનિલને ગુમ થયેલી રોકડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ઓડિટર્સને કહ્યું કે તેણે પૈસા બદલવા માટે તેણે લીધા છે અને કરન્સી બોક્સમાં રોકડ જમા કરાવવાનું વચન આપ્યું હતું.

આ પછી સુનિલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને કેનેરા બેંક સર્કલ ઓફિસ અને આરબીઆઈને આ અંગે જાણ કરવામાં આવી હતી. બાદમાં આરબીઆઈએ બેંકને તમામ રોકડની ગણતરી કરવા અને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. ગણતરી બાદ જાણવા મળ્યું હતું કે સુનિલ પટેલે ખરેખર 11.54 લાખ રૂપિયા કાઢી લીધા હતા.

આ પણ વાંચો: દરિયાપુરની વિજયા બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 9.75 લાખની ચોરી

Your email address will not be published.