અમદાવાદના કાફેમાં નવરાત્રી દરમિયાન ગાઈડલાઈન્સના ઉડ્યા ધજાગરા

| Updated: October 17, 2021 7:43 pm

રાજ્યમાં કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાને રાખી, ગુજરાત સરકારે 400 લોકોની મર્યાદા સાથે ફક્ત રહેણાંક સ્થળોએ ગરબા યોજવાની મંજૂરી આપી હતી. સાથે જ  પાર્ટી પ્લોટ, ક્લબ અથવા અન્ય કોઈપણ ખુલ્લા સ્થળો સહિત વ્યાપારી ગરબા સ્થળો નવરાત્રિની ઉજવણી માટે મંજૂરી આપી ન હતી. જોકે, અમદાવાદમાં એક કાફે સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા પકડાયું હતું.

ગુરુવારે એસ.પી રીંગ રોડ પર આવેલ ગ્રેસ કોફી કંપનીમાં 500 થી વધુ લોકો ગરબા રમતા જોવા મળ્યા હતા અને સરકારની માર્ગદર્શિકાનો ભંગ કરતા જોવા મળ્યા. સૂચનાના આધારે સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેના માલિકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ચંદ્રમૌલી ઉર્ફે દિલીપ પટેલ, નરેશ ઉર્ફે યશ ધકાણ અને જસ્મીન સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.

ગ્રેસ કોફી કંપનીના માલિકોએ તહેવારના નવમા દિવસે નવરાત્રી ઉજવણીનું આયોજન કર્યું હતું અને લોકોને આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ, કાફેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો આમંત્રણ સાથે પોસ્ટ કરવામાં આવ્યું હતું.

ગ્રેસ કોફી કંપની દ્વારા ગરબા આમંત્રણ

ત્રણેય આરોપીઓ પર પોલીસ કમિશનરે આપેલી નવરાત્રિ ઉજવણીની માર્ગદર્શિકાનો ભંગ કરવાનો આરોપ છે. તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપીઓએ ઇવેન્ટના આયોજન માટે પૂર્વ પરવાનગી ન લીધી હોવાની પણ કબૂલાત કરી હતી.

Your email address will not be published. Required fields are marked *