અમદાવાદ: શહેરના રસ્તાઓ સૂમસામ, લોકો પતંગની મોજમાં વ્યસ્ત

| Updated: January 14, 2022 6:10 pm

ઉત્તરાયણને લઇને લોકોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ લોકોમા ઉત્સાહ જોવા મળ્યો હતો.અને તેની સાથે જો વાત કરવામાં આવે સેવા ભાવની તો અલગ-અલગ જગ્યાઓ પર ગાયોને ધાસ ખવડાવતા નજરે પડ્યા હતા.પવન સારો હોવાના કારણે લોકોને રસ પડ્યો હતો વધુ પંતગ ચગાવાનો.નાના બાળકો સાથે યુવાનો ધાબા પર જોવા મળ્યા હતા અને તેની સાથે વડિલો પણ ધાબા પર જોવા મળ્યા હતા.

તેની સાથે જો વાત કરવામાં આવે પવનની તો બપોર થતાની સાથે પવનની દિશા બદલાઇ હતી અને ત્યાર બાદ લોકો થાકી ગયા અને ધાબા પર પણ ઓછા જોવા મળ્યા હતા.અને આની સાથે અમદાવાદના રસ્તાઓતો સવારથી જ ખાલી ખમ જોવા મળી રહ્યા છે.બપોર થતાની સાથે અમદાવાદના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.અમદાવાદ નેહરુનગર, શિવરંજની,વસ્ત્રાપુર વગેરે વિસ્તાર દિવસોમાં મુવમેન્ટ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જોકે લોકો આજે ઉતરાયણ પર્વની ઉજવણી કરેલા લોકોને લઇને રસ્તાઓ સૂમસામ બન્યા હતા.

કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી ડીજે વિના અને નિયમોના પાલન સાથે પંતહ ચગાવામાં આવી રહી છે યુવાનો રસ ઓછો ના થાય માટે નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને આ તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

હેલ્થ વર્કરો ઉત્તરાયણની ઉજવણી બાજુ રાખી લોકોની સેવામાં લાગ્યા હતા અને તેની સાથે અનેક લોકો આ ઉજવણીમાં લાગ્યા હતા.ડોક્ટર, નર્સ સ્ટાફ સહિતનો સ્પોર્ટિંગ સ્ટાફ ખેડે સતત કામ કરી રહ્યો છે અને તેની સાથે જો વાત કરવામાં આવે આ કાર્યકરોની તો તે લોકો પોતાની ખૂશીને મારીને લોકોની સેવા કરી રહ્યા છે.બીજી લહેર બાદ કોરોનાના કેસો ધડતાની સાથે હેલ્થ વર્કરોને રાહત થઇ હતી કે હવે એટલું કામ નહી હોય પરંતુ ફરિ કોરોનાએ માથું ઉંચક્યું અને ફરી લોકોની સાથે હવે હેલ્થ વર્કરો ચિંતામાં જોવા મળી રહ્યા છે અને તેની જ વધી રહેલા કોરોના કેસોમાં તેઓ સતત કામ કરી રહ્યા છે અને આજના દિવસે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે.

નિયંત્રણ વચ્ચે ઊંધિયા-જલેબી નો ટેસ્ટ ફિક્કો પડ્યો હોય તેવું જોવા મળ્યું હતુ અને તેની સાથે જો વાત કરવામાં આવે ઊંધિયા વગર અમદાવાદીઓ તો રહી જ ના શકે.પરંતુ આજે લોકો ત્યા પણ ઓછા જોવા મળ્યા દર વર્ષ કરતા.કોરોનાના કિસ્સા વધવાની સ્થિતિમાં ઊંધિયુંને જલેબીના વેપાર પર પણ મોટી અસર જોવા મળી છે.આજ વખતે અમદાવાદીઓનો રંગ ઓછો હોય તેવું જોવા મળ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *