તુ મારી સાથે વાત નહી કરે તો હું મરી જઈશ, એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીની સગીરાને ધમકી

| Updated: May 18, 2022 9:40 pm

સરદારનગરમાં સગીરાના પ્રેમમાં પાગલ બનેલા પાડોશીએ ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી તેને પરેશાન કરતો હતો. સગીરાએ વાત કરવાની ના પાડી ત્યારે પાડોશીએ તુ મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો.

સરદારનગરમાં વેપારી તેની પત્ની અને બે દિકરી સાથે રહે છે. વેપારી રેવડી બજારમાં કાપડનો વેપાર કરે છે. વેપારીની સગીર દિકરી સાથે પાડોશી યુવક વાતો કરતો હતો. સગીરાની માતાએ પાડોશી યુવક સાથે વાત કરવાની ના પાડી દીધી હોવાથી સગીરા પાડોશી યુવક સાથે વાતો કરવાનું બંધ કરી દીધુ હતુ.

યુવક સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો અને અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર સગીરાને મેસેજ કરીને હેરાન કરવા લાગ્યો હતો. સગીરાએ મેસેજ કરવાની ના પાડતા પ્રેમમાં પાગલ બનેલ યુવકે ધમકી આપી હતી કે, જો તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ. આ અંગે સગીરાએ પરિવારને જાણ કરી હતી. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

Your email address will not be published.