આંબાવાડીમાં રહેતી યુવતીએ મિત્રતા તોડી નાખતા પ્રેમીએ તેના પિતાને કોલ કરી ધમકી આપી હતી. યુવકે આપેલા 50 હજારના કપડા પણ પરત માગ્યા હતા. આ અંગે યુવતીના પિતાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
આંબાવાડી વિસ્તારમાં મનસુખ મુછડીયા રહે છે. તેમની દિકરી જીગ્નાને રાહુલ નામના યુવક સાથે મિત્રતા હોવાની તેમને જાણ થઇ હતી. બાદમાં જીગ્નાને સમજાવતા તેણે રાહુલ સાથેની મિત્રતા તોડી નાખી હતી. જેથી એકતરફી પ્રેમમાં પાગલ બનેલો રાહુલ અવાર નવાર જીગ્ના અને તેના પિતાને ધમકી આપતો હતો. એક દિવસ રાહુલે મનસુખભાઈની સાથે ઝઘડો કરીને તેમની પર હુમલો કર્યો હતો.
આ અંગે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે રાહુલની ધરપકડ કરી હતી અને તે જામીન પર મુક્ત થયો હતો. બાદમાં રાહુલે મનસુખભાઇને કોલ કરી જણાવ્યુ હતુ કે, જીગ્નાને 50 હજાર કપડા આપાવ્યા હતા તે મને પરત આપી દો. બાદમાં ધમકી આપી હતી. આ અંગે ફરી યુવતીના પિતાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.