તને કપડા ધોતા શીખવાડું કહીને સસરાએ પરિણીતાની છેડતી કરી

| Updated: May 12, 2022 9:19 pm

નારોલમાં તારા ભાઈને કેમ બોડીગાર્ડ તરીકે મારા ઘરે લાવે છે અને તને કપડા ધોતા નથી આવડતું, હુ તને શીખવાડું કહીને સસરાએ પરિણીતાની છેડતી કરી હતી. ગભરાયેલી પરિણિતાએ સસરાને ધક્કો મારી તેના રૂમમાં ભાગી ગઇ હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નારોલમાં રહેતી 21 વર્ષીય પરિણીતા સાંજના સમયે ઘરે હાજર હતી ત્યારે સસરાએ પરિણિતાને બોલાવી હતી અને કહેવા લાગ્યા હતા કે, કેમ તારા ભાઈને મારા ઘરે લાવી છે તારો બોડીગાર્ડ છે તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા અને તને કપડા ઘોતા આવડતુ નથી હું તને શીખવાડું કહીને પરિણિતાનો હાથ પકડીને છેડતી કરવા લાગ્યા હતા. ગભરાઈ ગયેલી પરિણિતાએ સસરાને ધક્કો મારીને પ્રતિકાર કર્યો હતો બાદમાં તે તેના રૂમમાં ભાગ ગઇ હતી.

રાત્રીના સમયે તેના પતિને ઘટનાની જાણ કરી હતી. જેથી પતિએ સસરાની પુછપરછ કરી તો સસરા ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપતા હતા. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

Your email address will not be published.