પ્રહલાદનગર ટોઇંગ સ્ટેશન પર બાઇક છોડાવવા આવેલા દસ લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી

| Updated: June 13, 2022 8:32 pm

આનંદનગર પ્રહલાદનગર ખાતે આવેલા ટોઇંગ સ્ટેશન પર ટ્રાફિક પોલીસ એક બાઇક ટો કરી લાવી હતી. આ બાઇક છોડાવવા માટે આઠ થી દસ માણસો આવ્યા હતા. જેમાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોધાવતા આનંદનગર પોલીસે પાંચ શખસોની ધરપકડ કરી હતી.

વટવા વિસ્તારમાં આવેલા મોઇન પાર્ક સોસાયટીમાં એએસઆઇ સલીમખાન પરિવાર સાથે રહે છે. છેલ્લા ચાર વર્ષથી એન ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ક્રેનમાં ફરજ બજાવે છે. સલીમખાન સાથે ક્રેનમાં હોમગાર્ડ જયેશભાઇ, ટીઆરબી સુરજ નાઇ, મહેશ પટણી, ઉમેશ વાઘેલા, ચિરાગ શર્મા પણ કામગીરી કરે છે. રવિવારે સાંજે સાંડા પાસ વાગ્યે પ્રહલાદનગર ટોઇંગ સ્ટેશન ખાતે બાઇક લઇ ટો કર્યું હતુ. જે બાઇકનો માલિક આવ્યો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. બાઇખ માલિક આઠ થી દસ માણસોનું ટોળું લઇને આવ્યો હતો અને હોમગાર્ડ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.

સલીમખાન પણ સમજાવવા જતાં તેમના કપડા પણ ફાંડી નાખ્યા હતા અને ઝપાઝપી પણ કરી હતી. આખરે હાજર પોલીસકર્મીઓએ મદદ માટે પોલીસ કન્ટ્રોલ રુમમાં કોલ કર્યો હતો. આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોચતા ત્યા દેસાઇ અજયભાઇ તેજાભાઇ (રહે. લક્ષ્મીક્રૃપા સોસા. સેટેલાઇટ), રબારી નિતિન બળદેવભાઇ(રહે. ચાણક્યપુરી, ઘાટલોડીયા), રબારી બાબુભાઇ ભગવાનભાઇ (રહે.ગુપ્તાનગર, વાસણા), રબારી પિયુશ અમથાભાઇ (રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા) અને રબારી અમથાભાઇ ભગવાનભાઇ (રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા)ને પકડી પાડ્યા હતા. આ અંગે આનંદનગર પોલીસે પોલીસ પર હુમલો અને ઝપાઝપી ટોળું એકત્રીત કરવાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.