અમદાવાદના વિકાસ માટે 702 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી દ્વારા ફાળવણી

| Updated: July 4, 2021 11:10 am

અમદાવાદ મહાનગર પાલિકામાં વિવિધ વિકાસ કામો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૭૦ર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ આ રકમ રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ મહાનગરમાં રોડ રિસરફેસીંગ તથા માઇક્રો સરફેસીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો, પાણી પૂરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવ ડેવલપમેન્ટ વિગેરે માટે ૩પ૪.૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

  • બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના ૬ કામો માટે ૮પ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
  • અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ર રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અન્ડરબ્રીજના કામો માટે ૮ કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ ફાળવ્યા છે.
  • મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગતના રસ્તાના કુલ ૪૧ કામો માટે રૂ. ૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત રોડ, રસ્તા, પાણી, ગટર વિગેરેના હાલમાં કાર્યરત પ્રોજેકટસ માટે રૂ. ૧૬૪ કરોડ ફાળવ્યા છે

આમ, અમદાવાદના વિકાસને વેગવંતો બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 702 કરોડ રૂપિયાની માતબાર રકમ ફાળવવામાં આવી છે.

Your email address will not be published.