ગુજરાતમાં કોરોનાના કુલ સક્રિય કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં

| Updated: April 7, 2022 12:34 pm

રાજ્યમાં કોરોનાના લહેર લગભગ પૂરી થઈ ગઈ, સક્રિય કેસો ડબલ ડિજિટથી પણ નીચે ઉતરી જશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કુલ 74 સક્રિય કેસના 34 ટકા કેસ અમદાવાદમાં છે. આમ અમદાવાદમાં હજી પણ કોરોનાના 25 સક્રિય કેસ છે.  જો કે અમદાવાદમાં કોરોનાના નવા કેસની સંખ્યા બુધવારે આઠ પરથી ઘટીને બે થઈ ગઈ હતી. ગુજરાતે બુધવારે કોરોનાના કુલ નવ કેસ નોંધાવ્યા હતા અને તેમાથી 11 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના કોરોનાના અન્ય કેસોમાં જોઈએ તો સુરત અને વડોદરામાં એક-એક કેસ નોંધાયો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, કચ્છ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પણ એક-એક કે નોંધાયો હતો. ફક્ત અમદાવાદ અને વડોદરામાં જ દસથી વધારે સક્રિય કેસ હતા. વડોદરામાં 14 કેસ હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9,869 વ્યક્તિઓને રસીનો સૌપ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને 17,830 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ગુજરાતના 5.36 કરોડ લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે અને 5.01 કરોડ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. રાજ્યમાં 12થી 14 વર્ષના બાળકોના જૂથને 8,143 ડોઝ આપવામાં આવતા આ સાથે આ વયજૂથમાં રસીના કુલ ડોઝની સંખ્યા 14.68 લાખ પર પહોંચી છે.

રાજ્ય સરકાર આગામી જુનમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે એક કરોડ ડોઝ પૂરા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, એમ સરકારના સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. તેના લીધે આગામી સમયમાં વિવિધ શાળાઓમાં રસીના કેમ્પ યોજાઈ શકે છે.

રાજ્યમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ અગાઉ ગયા વર્ષે જોવા મળેલા વેરિયન્ટ જેટલો ખતરનાક નીવડ્યો ન હતો, તેથી આ સમયગાળા દરમિયાન જાનહાનિના સૌથી ઓછા કેસ નોંધાયા હતા. વધુને વધુ લોકો ચેપગ્રસ્ત થયા હતા, પણ મૃત્યુદર કોરોનાની અગાઉન બે લહેરની તુલનાએ ઘણો ઓછો રહ્યો હતો. જો કે સરકાર આમ છતાં પણ હજી સાવધ રહેવાનો અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવામાંથી છુટ્ટી આપવાના મિજાજમાં નથી.

Your email address will not be published.