અમદાવાદઃ જમવામાં મીઠું વધારે હોવાને કારણે પતિએ પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો, પત્નીએ પોલિસમાં ફરિયાદ નોંધાવી

| Updated: May 14, 2022 9:28 am

અમદાવાદ (Ahmedabad) શહેરના વટવા વિસ્તારની એક 28 વર્ષીય મહિલાએ બુધવારે વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેના જમવામાં વધારે મીઠું નાખવાના વિવાદને કારણે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. 

વટવાના ઈન્સાનિયતનગર ફ્લેટમાં રહેતી રિઝવાના શેખે ફરિયાદમાં જણાવ્યું હતું કે,  8 મેના રોજ જમવામાં મીઠું વધારે પડી ગયેલું હોવાથી તેના પતિએ તેને માર્યું હતું તેમજ તેના વાળ પકડીને તેનું માથું મુંડી નાખ્યું હતું . આ આખી ઘટનાથી તેને માનસિક આઘાત લાગ્યો હતો જેથી તે  એ જ દિવસે પોલીસને ફરિયાદ કરી શકી ન હતી અને તેણે ઘટનાના 3 દિવસ પછી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

રિઝવાનાએ જણાવ્યું હતું કે તેનો પતિ ઇમરાન શેખ, 29, કડિયાકામ કરે છે અને મજૂરી દ્વારા તેમની આજીવિકા કમાય છે. રિઝવાનાએ પરિવારના સભ્યોની ઇચ્છા મુજબ આઠ વર્ષ પહેલા ઇમરાન સાથે લગ્ન થયા હતા.

આ પણ વાંચો: આ વર્ષે ચોમાસુ વહેલુ શરૂ થશેઃ ખેડૂતો માટે આનંદના સમાચાર

રિઝવાનાએ કહ્યું, “8 મેના રોજ, લગભગ 2 વાગ્યે, ઇમરાન ઘરે આવ્યો અને ખાવાની માંગ કરી. મેં તેને કઢી અને ચપાતી આપી તેનો સ્વાદ તેને ગમ્યો નહિ અને ભોજનમાં વધારાનું મીઠું નાખવા માટે મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. મેં તેને બીજું ખાવાનું બનાવવાનું કહ્યું તેમ છતાં તેણે મારી સાથે દુર્વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું હતું.” તેણે નાના મુદ્દા પર તેની સાથે દુર્વ્યવહાર ન કરવાનું કહ્યું, તેણે ઘરમાંથી એક લાકડી કાઢી જેનાથી તેણે રિઝવનાને મારવાનું શરૂ કર્યું હતું.

રિઝવાનાએ પોલીસને બોલવાની ધમકી આપી હતી પરંતુ  આ સાંભળી તે રેઝર લઈને આવ્યો અને બળજબરીથી તેના વાળ ખેંચી લીધા અને કોઈ દયા બતાવ્યા વગર માથું મુંડી નાખ્યુંરિઝવાનાએ આખરે પોલીસનો સંપર્ક કર્યો અને ઈમરાન વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચારવા અને ગુનાહિત ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. 

Your email address will not be published.