અમદાવાદ IIM માં ત્રીજી લહેરમાં પણ 67 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, તંત્ર દોડતું થયું

| Updated: January 10, 2022 11:58 pm

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે સતત વધતા જોવા મળી રહ્યા છે. ડોક્ટરો પણ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે IIM માં 805 વિદ્યાર્થીઓમાંથી 54 લોકો કોરોના સંક્રમિત થયા છે. તો બીજી બાજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 29 તબીબો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

IIM માં 54 કોવિડ-19 કેસમાંથી 28 વિદ્યાર્થીઓ, છ ફેકલ્ટી સભ્યો અને 14 કર્મચારીઓ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી વચ્ચે IIM માં 805 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.એક ફેકલ્ટી સભ્યને કેમ્પસમાં જ અને અન્ય પાંચને બહાર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

જો કે, ગત બીજી લહેરમાં મોટેરા સ્ટેડિયમ ખાતે IIM ના કેટલાક વિદ્યાર્થીઓ મેચ જોવા માટે ગયા હતા. ત્યાર બાદ ઘણા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડતું થયું હતું. જયારે બીજી લહેરની જેમ આ વખતે પણ સિવિલના ઘણા તબીબો કોરોનાની ચપેટમાં આવ્યા છે.

રાજયમાં કોરોના વાયરસના આજે નવા 6097 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને 1539 લોકો સાજા થયા હતા. જયારે અમદાવાદ શહેરમાં સૌથી વધારે 1893 કેસ સામે આવ્યા હતા.

Your email address will not be published.