અમદાવાદમાં કોરોના કેસ વધતા ફરી એકવાર આઈસોલેશન સેન્ટર ઉભા કરવા વિચારણા

| Updated: January 18, 2022 3:44 pm

અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં દૈનિક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધી રહેલા કેસને લઈ શહેરમાં આઈસોલેશન સેન્ટરો ઉભા કરવાની માગ વધી છે. અમદાવાદ ફરી એકવાર કોરોનાનું એપી સેન્ટર બન્યુ છે. જો કે હાલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો છે. વધી રહેલા કેસને લઈ કોરોના ટેસ્ટિંગ ડોમાં લોકોની ભારે લાઈન લાગી છે. ત્યારે શહેરમાં આઈસોલેશન સેન્ટરો વધારવાની માંગ વધી છે. કારણ કે, શહેરમાં ઘણા પરિવાર એવા પણ વસે છે જેમના ઘરમાં અલગ રુમ હોતા નથી. જો કોઈ સભ્ય કોરોનાની ચપેટમાં આવે તો તે કઈ રીતે હોમ આઈસોલેટ થાય તે અગત્યનો વિષય બન્યો છે. જેના પગલે એએમસી દ્વારા હાલ સમરસ હોસ્ટેલને આઈસોલેશન સેન્ટર બનાવી દીધી છે. શહેરમાં વધુ આઈસોલેશન સેન્ટર બનાવવા માટે વિચારણ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, ગત રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 4 હજારથી વધારે કેસ સામે આવ્યા હતા. વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા વારવાર લોકોને સાવચેતી રાખવા , માસ્ક પહેરવા અને ખાસ સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે.

(પ્રતિકાત્મક તસવીર)

Your email address will not be published.