ઓનલાઇન ગેમ્બલિંગમાં 27 કરોડ ગુમાવનાર વિશાલ ગાલાની ખોટી ફરિયાદ બદલ ધરપકડ

| Updated: July 30, 2022 2:20 pm

ઓનલાઇન ગેમ્બલિંગમાં (Online Gambling) 27 કરોડની રકમ ગુમાવનાર વિશાલ ગાલાની ખોટી ફરિયાદનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી તેની ધરપકડ કરી હતી.

ગુજરાતના અગ્રણી પાઠ્યપુસ્તક પ્રિન્ટર નવનીત પ્રકાશન સાથે સંબંધિત વિશાલ ગાલાએ અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ વિભાગમાં પોતાની સાથે તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી અજાણ્યા શખ્સોએ આશરે રૂ. 27 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

વિશાલ ગાલાએ જણાવ્યું હતું કે, છેતરપિંડી કરનારે પાઠ્યપુસ્તકો છાપવા માટે તમિલનાડુ પાઠ્યપુસ્તક નિગમનું ટેન્ડર મેળવવાના વચન સાથે તેમનો સંપર્ક કર્યો હતો અને એડવાન્સ અને પેમેન્ટના નામે 26 કરોડ રૂપિયા ઉપાડી ગયો અને ત્યાર બાદ ગાયબ થઈ ગયો.

વિશાલ ગાલાએ સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને કંઈક ખોટું થયું હોવાની શંકા જતાં તેઓએ તમિલનાડુ પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક સેવા નિગમ પાસેથી ટેન્ડર વિશે પૂછપરછ કરી. કોર્પોરેશને તેમની કંપનીને આવા કોઈપણ ટેન્ડર એનાયત કરવાનો ઇનકાર કર્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન ગેમ્બલિંગ (Online Gambling) કરી પૈસા હારજીત કરેલા હોવાની હકીકત સામે આવી હતી. તપાસ દરમિયાન એક પછી એક કડી મેળવતા પોલીસને ખબર પડી કે, વિશાલ ગાલાએ પોતે ઓનલાઇન નોન-સ્કીલ ગેમિંગ રમાડતી INDIA24BET.COM વેબસાઇટ ઉપર પૈસા હારી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બેંગ્લોરના ફોન નંબરનું લોકેશન ટ્રેસ કર્યું અને કરણ સિંહ રાવત નામના વ્યક્તિની ધરપકડ કરી. કરણ સિંહે ખુલાસો કર્યો હતો કે વિશાલ ગાલા પોતાની મરજીથી ઓનલાઈન સટ્ટાબાજી પર જુગાર રમતા હતા. ગેમ્બલિંગ કરી પૈસા હારજીત કરેલા હોવાની હકીકત સામે આવતા અલગથી ગુનો દાખલ કરી સાયબર ક્રાઇમે વિશાલ ગાલાની જુગારના આરોપસર ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: રૂ. 10 લાખનો ચેક બાઉન્સ થતાં બિઝનેસમેનને 1 વર્ષની સજા  

Your email address will not be published.