વસ્ત્રાપુર પોલીસે બુલેટ ચોરી કરનાર આરોપીઓની આજે ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 2,60,500 રૂપિયાનો મુદ્દા માલ રીકવર કર્યો હતો. મિલકત સંબંધી ગુનાઓ રોકવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા હેઠળ અમદાવાદ પોલીસ કમિશનર તેમજ નાયબ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરે જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન આપ્યા છે. આ માર્ગદર્શન હેઠળ વસ્ત્રાપુર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બુલેટ ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે.
વસ્ત્રાપુર પોલીસે આરોપી પ્રિયાંશ ઉર્ફે હર્ષિત સંજીવકુમાર ગંગવાર (20), શુભમ બંસીલાલ બકવેલાલ (21)ની ધરપકડ કરી તેમની પાસેથી બુલેટ રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 (કિંમત 90,000),બુલેટ રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 (કિંમત 90,000), બુલેટ રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 (કિંમત 80,000) અને સાથે ACE કંપનીનો કાળા કલરનો સાદો કીપેડ વાળો ફોન જપ્ત કર્યો છે. આરોપીઓ પર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને ઘટલોડિયા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 379 અને 114 હેઠળ ગુનો નોંધાયો છે.
શુભમ એક જૂનો અપરાધી છે, તેના વિરુદ્ધ અગાઉ 2018 ની સાલમાં પણ રાજસ્થાનના ઉદયપુર ખાતે ઘંટાઘર પોલીસ સ્ટેશન સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, તેમજ 2021 માં પણ હીરણ મંગરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો: જાણો અમિત શાહના ગુજરાતના ત્રિ દિવસીય પ્રવાસ વિશે