ઐતિહાસિક રથમાં ભગવાન જગન્નાથ છેલ્લીવાર નગરચર્યાએ નીકળશે

| Updated: June 24, 2022 4:28 pm

ભગવાન જગન્નાથની 145ની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ત્રણેય રથની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રથના પૈડાથી લઈને તમામ વસ્તુઓને મજબૂત કરી દેવામાં આવ્યા છે. દર વર્ષે નાનું-મોટું સમારકામ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે આ રથમાં ભગવાન છેલ્લીવાર નગરચર્યાએ નીકળવાના છે. આવતા વર્ષે નવા રથ લાવવામાં આવશે, ત્યારે રથયાત્રામાં બહેન સુભદ્રાજીના રથમાં નવા બે પૈડા લગાવવામાં આવશે.

સુભદ્રાજીના રથના બે પૈડા બદલવામાં આવશે. નવા બે પૈડા લાવી અને નાખવામાં આવશે. જો કે ગયા વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. ત્યારે બીજા વર્ષે ઓછા લોકોની હાજરીમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. ગત વર્ષે રથયાત્રામાં રથ ધ્રુજારી મારતા હતા જેથી તેમાં થોડી સમારકામની જરૂર હોવાથી ઉપર ભગવાન જ મુકવામાં આવે છે તેના ત્રણે પિલર ઉપર વચ્ચે પટ્ટી મારવામાં આવી છે. જેના કારણે રથ ધ્રુજારી મારશે નહીં.

દરેક રથમાં છ જેટલા પૈડાં હોય છે. છેલ્લા ત્રણ દિવસથી રથયાત્રાના પૈડાનું સમારકામ તેમજ કલર કામ શરૂ થઈ ગયું છે. સુભદ્રાજીના રથના બંને પૈડા બદલી નાખવામાં આવ્યા છે. કારીગરો દ્વારા રથના પૈડાં બદલી અને ગ્રીસ લગાવવાની કામગીરી પુરી થઈ છે. આવતા વર્ષે 146મી રથયાત્રામાં નવા રથ આવશે જેનું લાકડું પણ મગાવી લેવામાં આવ્યું છે. 72 વર્ષ જુના આ રથને હવે જગન્નાથ મંદિરના ડેવલોપમેન્ટમાં મ્યુઝિયમ બનશે તેમાં મુકવામાં આવશે.

Your email address will not be published.