ભગવાન જગન્નાથ બખ્તર પહેરીને નીકળશે નગરચર્ચાએ

| Updated: June 22, 2022 3:35 pm

અમદાવાદમાં રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ વખતે ભગવાન જગ્નનાથ બખ્તર પહેરીને નગરચર્ચાએ નીકળવાના છે. ભગવાન માટે મોતીની ડીઝાઈન કરેલું બખ્તર તૈયાર કરવામાં આવ્યું છે. ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે.

એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા ઉપરાતં સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે. છેલ્લા 2 મહિનાથી ભગવાના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભગવાન સોનેરી વસ્ત્રો અને રાજાશાહી ઠાઠથી નગરચર્યા પર નીકળશે. સોનેરી કલરના વસ્ત્રોમાં ટીકી વર્ક, રેશમ વર્ક, સાથે-સાથે ભગવાને પ્રિય એવા મોરલાની બોર્ડર કરવામાં આવી છે. આ વખતે ભગવાનના મુકુટ ઓરિજનલ જરદોશી વર્કના છે, જે રાજા-મહારાજાઓ પહેરતા હતા, તેવી રીતે સજાવવામાં આવ્યા છે. ભગવાનનું બખ્તર મોતી વર્કનું બનાવવામાં આવ્યું છે. મુકુટને ડાયમંડ હેન્ડવર્ક, રેશમ અને કસવ વર્કથી શણગારવામાં આવ્યો છે.

આ વખતે મુકુટમાં ખાસ વિશેષતા છે, તેનું વર્ક ખૂબ જ સુંદર કરવામાં આવ્યું છે. સાથે-સાથે બહેન સુભદ્રાજી માટે પર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન રથ પર બિરાજમાન થાય ત્યારે અને સિંહાસન પર બિરાજે ત્યારે એમ અલગ-અલગ વાઘા તૈયાર કરાયા છે. વાઘા માટેનું કપડું મથુરાના વૃંદાવન, સુરત જેવા શહેરોમાંથી લાવવામાં આવે છે, જેના પર ડાયમંડ, મોતી, રેશમ, કસબ, ગોટાપટ્ટી,ખાટલી વર્ક જેવા વિવિધ વર્ક કરવામાં આવે છે.

Your email address will not be published.