બાળક કોરોના પોઝિટિવ આવતા હોવાની વાલીઓ દ્વારા શાળામાં કોઈ જાણ કરવામાં આવતી નથી

| Updated: January 3, 2022 6:54 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા તંત્ર ઉંધા માથે થયું છે. તો બીજી બાજુ શાળાઓમાં કોરોનાના કેસ વધતા વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જો કે, જયારે બાળકને કોરોના પોઝિટિવ આવે તો તે અંગે શાળામાં જાણ કરવામાં આવતી નથી તેવી શાળા સંચાલકોની ફરિયાદ સામે આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના છેલ્લા કેટલાક સમયથી કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. અમદાવાદની શાળાઓમાં હાલ 25 જેટલા બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જો કે, ઘણા વાલીઓ બાળકને કોરોના પોઝિટિવ આવે છે તો તે અંગેની જાણ શાળામાં કરતા નથી અને બાળક સ્કુલ આવવાનું બંધ કરી દે છે. જો જાણ કરે તો શાળામાં બાળકના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ટેસ્ટ કરવામાં આવે અને સંક્રમણ વધતા અટકાવી શકાય.

આ અંગે એક શાળા સંચાલકે જણાવ્યું છે કે, શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન સઘન રીતે કરાવવામાં આવતું હોય છે પરતું જે બાળકને પોઝિટિવ આવે છે તેવા બાળકોના માતા પિતા શાળામાં આ અંગે જાણ કરવાનું ટાળી દે છે. જના કારણે આ અંગે આગળ જાણ કરી શકતા નથી.

Your email address will not be published.