અમદાવાદ: આ અઠવાડિયે પણ ઠંડી રહેશે યથાવત, તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી

| Updated: January 9, 2022 10:58 am

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારથી અમદાવાદ શહેરના તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ગઈકાલે એટલે કે શનિવારે શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2.9 ડિગ્રી ઓછું એટલે કે 24.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

આ ઉપરાંત શહેરનું લઘુત્તમ તાપમાન 3.1 ડિગ્રી વધીને 15.9 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ તાપમાન 11 ડિગ્રી સુધી પહોંચી શકે છે જે સામન્ય કરતાં 5 ડિગ્રી ઓછું છે.

આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડાની શક્યતા છે. જોકે આ બાદ આગામી બે દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર કચ્છમાં ઠંડા મોજા સાથે ચાલુ રહેશે. જેથી આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડુ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Your email address will not be published.