અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય: એકસાથે 700 TRB જવાનોને છુટા કર્યા

| Updated: November 24, 2021 3:49 pm

અમદવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. શહેરમાં લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા TRB જવાનો રાખવામાં આવ્યા છે પરંતુ કેટલીક વાર TRB જવાનો નિયમોનું પાલન કરાવવાને બદલે લોકો પાસેથી પૈસા લઇ પોતાના ખિસ્સા ભરતા હોય છે. દંડની જેટલી રકમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે તેનાથી ઓછા પૈસા લઇ તેઓ રસીદ આપતા નથી અને તે પૈસા તેમની પાસે જ રાખે છે જેવી અનેક ફરિયાદો મળી હતી.

આ ફરિયાદોને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ભ્રષ્ટચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ TRB જવાનનોને છુટા કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સજા પણ મળે અને બીજી બાજુ બાકીના TRB જવાનો પણ  ભ્રષ્ટાચાર કરતા પહેલા વિચારશે. 

અમદાવાદમાં 700 જેટલા TRB જવાનો સામે ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ હતી તેમને છુટા કરાયા છે જેની સામે બીજા 700 જેટલી TRB ની ભરતી કરાશે. નવા ભરતી થનાર TRB જવાનોને લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર,સોફ્ટ સ્કિલ ,સિગ્નલ  સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે. આ તમામ TRB 3 વર્ષ માટે કોન્ટ્રાકટ ભરતી કરવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *