ઉત્તરાયણમાં રાજકીય રંગ: અમદાવાદમાં કોંગ્રેસે મોઘવારી અને પેપર કાંડ સ્લોગનવાળી પતંગો ઉડાવી

| Updated: January 14, 2022 6:25 pm

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને લઈ લોકોમાં આજે અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવાર પડતા જ લોકો ધાબા પર પહોંચી ગયા છે અને લપેટ લપેટની બુમો પણ સાંભળવા મળી રહી હતી. ત્યારે તહેવારોને પણ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. જગદીશ ઠાકોરે અલગ અલગ સ્લોગન સાથે પતંગ ઉડાવી હતી. જેમાં પેપર કાંડ, કોરોના મૃતકોને સહાય અને બેરોજગારોની પતંગો ઠાકોરે ઉડાવી હતી.

અમદાવાદમાં ઉત્તરાયણની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે હવા સારી હોવાને કારણે પતંગ રસીઓમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરીજનો સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનું પાલન કરતા પણ જોવા મળી રહ્યા હતા. પોત પોતાના ધાબા પર પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી રહ્યા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પણ મોંઘવારીનો વિરોધ કરતાં પતંગ ઉડાવી હતી અને ગુજરાતીઓને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. જગદીશ ઠાકોર પ્રમુખ તરીકે નહી પણ સામાન્ય પતંગ રસિયાના મૂડમાં જોવા મળ્યા હતા.

બીજી બાજુ જગદીશ ઠાકોરે દાવો પણ કર્યો છે. જેમાં તેઓએ કહ્યું કે, ભાજપની પતંગો વીણી વીણીને કાપવામાં આવશે અને આગામી ચૂંટણીમાં 125 પતંગો સાથે સરકાર બનાવીશું.

અમદાવાદમાં બપોર બાદ શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. અમદાવાદના નેહરુનગર, શિવરંજની,વસ્ત્રાપુર વગેરે વિસ્તાર દિવસોમાં મુવમેન્ટ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જોકે લોકો આજે ઉતરાયણ પર્વની ઉજવણી કરેલા લોકોને લઇને રસ્તાઓ સૂમસામ બન્યા હતા.

Your email address will not be published. Required fields are marked *