ઉત્તરાયણના દિવસે ડ્રોનની નજર પોલીસની ત્રીજી આંખ બનશે

| Updated: January 13, 2022 3:58 pm

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે ઉત્તરાયણના દિવસે શહેર પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે. ધાબા પર ભારે ભીડ ભેગી ન કરવી અને ડીજે પર પ્રતિબંધ લગાડી દેવામાં આવતા હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉત્તરાયણને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ડીજે અને ધાબા પર ભારે વધારે લોકો ભેગા કરવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. જયારે આવતીકાલે કાયદો અને વ્યવયસ્થા જળવાઈ રહે તે માટે સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં 11 DCP, 21 ACP, 63 PI, 207 PSI અને 4 SRP કંપની સહિત 10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે. તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે.

આ સાથે ધાબા પર માસ્ક પહેરીને જ પતંગ ચગાવવાનું રહેશે. જે પણ વ્યક્તિ માસ્ક વિના ધાબા પર પતંગ ચગાવતો જોવા મળશે અને વધારે લોકોને ભેગા કરશે તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે ચાઇનીઝ દોરી, તુક્કલ, કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકાયો છે.

Your email address will not be published.