અમદાવાદીઓ શ્રાવણ મહિનામાં ધાર્મિક પ્રવાસ કરવા થઇ જાઓ તૈયાર, AMTS આપી આ ઓફર

| Updated: July 30, 2022 10:32 am

શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે.ત્યારે મહાદેવના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે અમદાવાદમાં AMTS દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તમે અમદાવાદમાં આવેલ 24 જેટલા ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરોના દર્શન કરી શકાશે, જો કે દર શ્રાવણ માસમાં AMTS દ્રારા આયોજન કરવામાં આવે છે.

AMTS બસ ટર્મીનલ ઉપર બસ બુક કરી શકાશે.બાળકો માટે 30 રૂપિયા અને મોટી ઉંમરના લોકો માટે 40 રૂપિયા ટિકિટનો દર રહેશે બસમાં 40 સીટ ભરવામાં આવશે એટલે આ બસની ટોટલ ટિકિટ 2400 થાય છે.

આ બસ તમને મણિનગર, વાડજ , લાલદરવાજા જગ્યાઓ પરથી તમે ટિકિટ બુક કરાવી શકશો.

આ સાથે રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે 10 રૂપિયામાં મહિલાઓ મુસાફરી કરી શકશે.23 જેટલા અલગ-અલગ મંદિરોમાં પ્રવાસીઓને દર્શન. આ બસ સવારે 8.15થી ઉપડી વિવિધ 23 મંદિરે ફરી સાંજે 4.15 વાગ્યે પરત લાવશે,પ્રવાસમાં જવા માટે એક દિવસ પહેલા જાણ કરવાની રહેશે

ઈસ્કોન-સોલા ભાગવત- ચકુડિયા-ભદ્રકાળી મંદિર-મહાકાળી મંદિર – દૂધેશ્વર, ચામુંડા મંદિર – અસારવા બ્રિજ નીચે, માત્રભવાની વાવ – અસારવા, પદ્માવતી મંદિર – નરોડા, ખોડિયાર મંદિર – નિકોલ,જાસપુર રોડ, આઈમાતા મંદિર – સુઘડ, હિંગળાજ માતા મંદિર – નવરંગપુરા, કેમ્પ હનુમાન, સિદ્ધિ વિનાયક, કર્ણમુક્તેશ્વર મહાદેવ, અક્ષર પુરષોત્તમ ભૂલાભાઈ પાર્ક, મેલડી માતા મંદિર – બહેરામપુર, વૈષ્ણોદેવી મંદિર – એસજી હાઈવે, ઉમિયા માતા મંદિર સહિતના સ્થળો લેશે

Your email address will not be published.