અમદાવાદનો એસપી રિંગ રોડ ટૂંક સમયમાં સ્પીડગન અને એઆઇ કેમેરાથી સજ્જ થશે

| Updated: April 28, 2022 4:44 pm

અમદાવાદઃ જો તમે થોડા સમય પછી એસપી રિંગરોડથી પૂરઝડપે જવા માંગતા હોવ તો વિચારજો. શહેહર પોલીસ ટૂંક સમયાં એસપી રિંગ રોડને સ્પીડ ગન, લિમિટ્સ અને એઆઇથી સજ્જ કરવાની તૈયારી કરી રહી છે.

અમદાવાદ સિટી પોલીસે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઓડા)ને વિનંતી કરી છે કે સ્પીડ લિમિટ બોર્ડ રસ્તા પર ઇન્સ્ટોલ કરવામાં આવે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો દાવો છે કે તેઓએ એપ્રિલના રોજ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી તેમા આ મુદ્દો ઉઠાવ્યો હતો. શહેર પોલીસ એઆઇ પાવર્ડ સ્માર્ટ કેમેરા અને સ્પીડગનથી સજ્જ ટ્રાફિક પોલીસમેન ગોઠવવાનું આયોજન ધરાવે છે. આના દ્વારા તેઓ ઓવરસ્પીડિંગ વાહનોને ચકાસીને દંડ ફટકારી શકશે.

ઔડાના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમે એસપી રિંગ રોડ પર અકસ્માતના પાંચ મહત્વનો હોટસ્પોટ ઓળખી કાઢ્યા છે. રિંગ રોડ પર સ્પીડ લિમિટ બોર્ડ રજૂ કરવા તે રોડ સેફ્ટી કાઉન્સિલનો એજન્ડા છે, એમ ઓડાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

તાજેતરમાં સ્વતંત્ર ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવેલા વ્હીકલ સ્પીડ ઓડિટમાં એસપી રિંગ રોડ પરના હાથ સ્પોટ જોખમી હોવાનું જણાયું હતું. આ સ્થળોએ પ્રતિ કલાક 72 કિ.મી. અને 80 કિ.મી.થી વધુ ઝડપે વાહનો દોડે છે. શહેર માટે આ ઝડપ ઘણી વધારે કહી શકાય.

એસપી રિંગ રોડ પર છેલ્લા દાયકામાં 482 જોખમી અકસ્માત થયા છે. તેમા 137ના મોત થયા છે અને 144ને ગંભીર ઇજા થઈ છે. ઔડાના અધિકારીઓએ ઉમેર્યુ હતું કે મોટાભાગના ભોગ બનનારાઓ દ્વિચક્રી વાહનચાલક હતા અને પદચાલક હતા. તેઓ ક્યાં તો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા અથવા તો મુખ્ય રોડ પર આવી રહ્યા હતા.

એસપી રિંગ રોડ પરના જોખમી સ્ટ્રેચિસમાં ઓઢવ જંકશન અને નરોડાના સ્ટ્રેચનો સમાવેશ થાય છે. રોડના પશ્ચિમી હિસ્સામાં જોઈએ તો મોટાભાગના અકસ્માત બોપલ જંકશન નજીક થયા છે. અસલાલી અને અડાલજ સર્કલે પણ મહત્તમ અકસ્માત થયા છે, એવો દાવો ઔડાના અધિકારીએ કર્યો હતો.

તેણે ઉમેર્યુ હતું કે અમે એસપી રિંગરોડ પર આવા 16 સ્થળ શોધી કાઢ્યા છે. તેમા જંકશનનો સમાવેશ થાય છે. આ સ્થળોએ અકસ્માત વધુને વધુ પ્રમાણમાં થાય છે અથવા તો તે થવાની સંભાવના બળવત્તર છે. આ ઉપરાંત અયોગ્ય સાઇનેજ અને રોડની અયોગ્ય ભૌગોલિક સ્થિતિ જેવા પણ કેટલાક સ્પોટ છે જેના લીધે અકસ્માત થાય છે, એમ ઔડાના અધિકારીએ જણાવ્યું હતું.

Your email address will not be published.