પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસ દેશભરમાં ચર્ચાનો વિષય છે. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો, જ્યારે હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, ફોન પર મળેલી ધમકીમાં વ્યક્તિએ પોતાનું નામ ઈમરાન આપ્યું છે.
સાબીર કાબલીવાલાને ફોન પર મળેલી ધમકીમાં ઈમરાન નામના વ્યક્તિએ કહ્યું કે મેં મુસેવાલાને મારી નાખ્યો છે. જો તમારે તમારો જીવ બચાવવો હોય, તો તમારે પૈસાથી બેગ ભરવી પડશે અને ચૂકવણી કરવી પડશે.
આ સાંભળીને AIMIM નેતા કાબલીવાલા તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ધાકધમકીનો કેસ દાખલ કર્યો.
અત્રે એ નોંધવું જરૂરી છે કે સાબીર કાબલીવાલા અગાઉ ગુજરાત કોંગ્રેસમાં હતા, ત્યારબાદ તેઓ AIMIMમાં જોડાયા અને પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ બન્યા.