જ્ઞાનવ્યાપી મસ્જિદમાં મળેલ શિવલિંગ બાબતે વિવાદિત પોસ્ટ કરનાર AIMIMના નેતાની ધરપકડ

| Updated: May 18, 2022 6:22 pm

AIMIM નેતા દાનીશ કુરેશીએ ગઈ કાલે જ્ઞાનવાપી મામલા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. સંદર્ભે સાયબર ક્રાઈમે ફરિયાદ દાખલ કરી છે. ત્યાર બાદ સાયબર ક્રાઈમે દાનિશને તેની ઓફિસમાંથી ધરપકડ કરી હતી. આ અભદ્ર ટિપ્પણીને લઈ હાલ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઘણી જગ્યાએ લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.

જ્ઞાનવ્યાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકીય પક્ષના પ્રવક્તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધી તેમની ઓફિસ પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી દાનિશ કુરૈશીએ ટ્વીટર પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે પોસ્ટ લખી તેમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું.

સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ દાનિશ કુરૈશીએ પોતે મૂકેલી પોસ્ટ અંગે કોઈ પણ ધર્મની લાગણી ન દૂભાય હોઈ તેવું નિવેદન આપી રહ્યા છે. AIMIMના પ્રવક્તા દાનિશ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમાં શિવલિંગ અંગે લખાયેલા લખાણ અને પ્રશ્નને લઈને વિવાદ વકરતા ચર્ચાનો વિષય બન્યો છે. જો કે દાનિશ કુરેશીએ બિભત્સ ટિપ્પણી અને પોસ્ટ મૂકી ગુજરાતમાં અશાંતિ ફેલાવાનો પ્રયાસ કર્યો છે. જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા આઈટી એક્ટ,આઈપીસી 153એ,295એ, મુજબ ગુનો નોંધ્યો છે.

નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે. સૌથી પહેલા 1991માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં 1993માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. 2018માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. 2019માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. 2021માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો. જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

Your email address will not be published.