AIMIMના નેતાએ શિવલિંગને લઈ સોશિયલ મીડિયા પર કરી અભદ્ર ટિપ્પણી

| Updated: May 17, 2022 9:00 pm

AIMIM નેતા દાનીશ કુરેશીએ જ્ઞાનવાપી મામલાને લઈને અભદ્ર ટિપ્પણી કરતા હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દાનીશે શિવલિંગને લઈ સોશિયલ મીડિયા પર એક અભદ્ર પોસ્ટ વારયલ કરી હતી. જેને લઈ હાલ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. આ ટિપ્પણીથી હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રાયસ કરવામાં આવ્યો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે.

દેશમાં મંદિર અને મસ્જિદના વિવાદ હંમેશા ચાલુ જ રહે છે, જે હંમેશા દેશની એકતા અને અખંડિતતા પર જોખમી સાબિત થતા રહે છે. તાજેતરમાં પણ આવો એક વિવાદ ચાલી રહ્યો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મસ્જિદના પરિસરમાં વીડિયોગ્રાફીનું કામ પુરુ થઇ ગયું છે. વીડિયોગ્રાફી અને સર્વેની કામગીરી દરમિયાન મસ્જિદની અંદર એક શિવલિંગ મળ્યાનું ચર્ચાય રહ્યું છે. જેના કારણે જે વિસ્તારમાંથી શિવલિંગ મળ્યું છે તેને સીલ કરાયું છે. જેથી આ જગ્યા પર કોઇ જ નહીં જઇ શકે. જોકે શિવલિંગ મળ્યાના દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારીને તે ફૂવારો હોવાની દલીલો અપાઈ રહી છે.

જો કે, ત્યાર બાદ આજે AIMIMના નેતા દાનિશ કુરેશીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક વિવાદિત પોસ્ટ પણ વાયરલ કરી છે. આ પોસ્ટમાં તેઓ હિન્દુઓની ધાર્મિક લાગીણી દુભાવી છે. અભદ્ર પોસ્ટને લઈ હાલ હિન્દુ સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે. સૌથી પહેલા 1991માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં 1993માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. 2018માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. 2019માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. 2021માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો. જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

Your email address will not be published.