આજથી ટાટાના હવાલે ‘મહારાજા’

| Updated: January 27, 2022 5:55 pm

કેન્દ્ર સરકાર એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રુપના હાથમાં સોંપી છે. છેલ્લા 69 વર્ષ પહેલા ગ્રુપ પાસેથી એરલાઈન લીધા બાદ હવે તેને ફરીથી ટાટા ગ્રુપને (Air India Handover) સોંપવામાં આવી છે. સરકારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે એર ઈન્ડિયાને ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી હતી. તે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીની પેટાકંપની છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન ઔપચારિક હેડઓવર પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ચંદ્રશેખરન એર ઈન્ડિયાના મુખ્યાલયમાં પાછા આવ્યા અને ત્યા તમામ પ્રક્રિયા પુરી કરી હતી.

એરલાઈન કંપની એર ઈન્ડિયાની કમાન સંપૂર્ણપણે ટાટા ગ્રુપને (Air India Handover) સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ટાટા ગ્રુપે મુસાફરોની સુવિધા માટે એર ઈન્ડિયામાં તેનું પ્રથમ પગલું ભર્યું છે. ટાટા ગ્રૂપે હેન્ડઓવર પછી સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે સરકાર પાસેથી એર ઈન્ડિયા ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટાટા જૂથે આજથી સંચાલન અને નિયંત્રણ પોતાના હાથમાં લેવાનું શરૂ કર્યું છે. ટાટા સન્સના ચેરમેને ખુશી વ્યક્ત કરી કે તેમની કંપની એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ટાટા જૂથમાં એર ઈન્ડિયાના તમામ કર્મચારીઓનું સ્વાગત કર્યું.

આ પણ વાંચો: ર ઈન્ડિયા ને ટાટા ગ્રુપ દ્વારા નિયંત્રણમાં લેવામાં આવે તે પહેલા જ કર્મચારીઓએ કરી આ માંગ

વડાપ્રધાન કાર્યાલયે મીટિંગની તસવીર શેર કરીને આ જાણકારી આપી. જણાવવામાં આવી રહ્યું છે કે આ મીટિંગ દરમિયાન ટાટા સન્સના ચેરમેને વડાપ્રધાન સાથે એર ઈન્ડિયાને સોંપવા અને આગળની કામગીરી અંગે વાત કરી હતી. એર ઈન્ડિયાના બોર્ડની પણ આજે મહત્વની બેઠક છે. એર ઈન્ડિયાનું વર્તમાન બોર્ડ આજે રાજીનામું આપી શકે છે. આ પછી, ટાટાના નોમિની બોર્ડમાં જૂના સભ્યોને બદલી શકે છે.

કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી થઈ ગઈ છે અને તે નોંધનીય છે. આ સરકારની ક્ષમતા અને આવનારા સમયમાં બિન-વ્યૂહાત્મક ક્ષેત્રોને અસરકારક રીતે ડિસઇન્વેસ્ટ કરવાનો તેનો સંકલ્પ દર્શાવે છે. અન્ય એક ટ્વિટમાં મંત્રીએ રતન ટાટાને ટેગ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું, “એરલાઇનના નવા માલિકોને અભિનંદન. મને ખાતરી છે કે તેમની છાયામાં એર ઈન્ડિયાનો વિકાસ થશે અને ભારતમાં સારા નાગરિક ઉડ્ડયન ઉદ્યોગનો માર્ગ મોકળો થશે.

પીએમ સાથેની મુલાકાત પહેલા એર ઈન્ડિયા હેડક્વાર્ટરની પહોંચ્યા

પીએમ સાથેની મુલાકાત પહેલા ટાટા સન્સના ચેરમેન એર ઈન્ડિયાના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. એર ઈન્ડિયા હેડક્વાર્ટર ખાતે ચંદ્રશેખરન DIPAM સેક્રેટરી તુહિન કાંત પાંડે, ભૂતપૂર્વ ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખારોલા અને એર ઈન્ડિયાના CMD વિક્રમ દેવ દત્તને મળ્યા હતા. અગાઉ એર ઈન્ડિયા આજે જ ટાટાને સોંપવામાં આવનાર હતી, પરંતુ બાદમાં માહિતી મળી કે આ કામ હવે આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. જોકે, હવે અટકળોના વાદળો વિખેરાઈ ગયા છે.

ટાટાને લોન આપવા માટે આ બેંક તૈયાર

ટાટાને લોન આપવા માટે હાલ ઘણી બધી બેંકો આગળ આવી છે. SBIની આગેવાની હેઠળના સમૂહમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે. આ બેંકો ટર્મ લોન તેમજ ઓપરેટિંગ કેપિટલ માટે લોન આપવા તૈયાર છે. આ લોન ટાટા ગ્રુપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવશે, જેણે એર ઈન્ડિયાની હરાજી જીતી છે.

ટાટાએ આ સર્વિસથી કરી શરુઆત

ટાટા ગ્રુપે આજથી એર ઈન્ડિયાના દૈનિક સંચાલનમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે. કંપનીએ તેની શરૂઆત ચાર ફ્લાઈટ્સમાં ઉન્નત ભોજન સેવા સાથે કરી છે. બાદમાં અન્ય ફ્લાઈટમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે. અત્યારે આ ચાર ફ્લાઈટ્સ AI864, AI687, AI945 અને AI639માં શરૂ થઈ છે.

Your email address will not be published.