વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજારનાર એલન કલાસીસના શિક્ષકની ધરપકડ

| Updated: January 26, 2022 3:38 pm

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એલન કલાસીસના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાના મામલે પોલીસે લંપટ શિક્ષકને દબોચી લીધો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે વસ્ત્રાપુર પોલીસે મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસે તેની ઘરપકડ કરી છે. આરોપી શિક્ષક અવાર-નવાર વિદ્યાર્થીનીને બિભત્સ વિડીયો વાયરલ કરી દેવાની પણ ધમકી આપતો હતો.

મળતી વિગતો એવી છે કે થલતેજમાં આવેલા એલન ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો શિક્ષક ભણાવતો હતો. વર્ષ 2016 દરમિયાન 16 વર્ષની સગીરા પણ ક્લાસીસમાં ભણતી હતી. એ સમયે શિક્ષકની નજર પીડિતા પર ગઇ હતી. બાદમાં તેને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને સતત 2018 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ બાદ યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. યુવતી લગ્ન ન કરે એ માટે યુવતીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ કર્યું હતું. આખરે યુવતીએ કંટાળીને આ મામલે પરિવારને જાણ કરી હતી. જેથી શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આજે આરોપી મયંક દીક્ષિતની ધરપકડ કરી છે. આરોપી મયંક દીક્ષિત અગાઉ એલન ક્લાસીસમાં ફરજ બજાવતો હતો અને અત્યારે બાયજુસ ક્લાસીસમાં ભણાવે છે. પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેના વિડીયો અંગે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Your email address will not be published.