ગાંધીના ગુજરાતમાં ખરેખર દારુબંધી છે? કે એક નાટકછે? તેવો વિચાર કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલેના મગજમાં જરુર ઉઠ્યો હશે. તેમ ગુજરાતની એક સંસ્કારી નગરી તરીકેની ખ્યાતિ ધરવતા વડોદરા શહેરના નાગરિકોના મનમાં ચકરાવો લઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારના આ પ્રધાન વડોદરા શહેરના રાજમાર્ગ પરથી પોતાના કોનવોય અને કાનના પડદા ફાડી નાંખે તેવી પોલીસની સાયરનોની ચીસો સાથે પસાર થઇ રહ્યા હતા. ત્યારે રસ્તાની બીજી તરફ દેશી દારુની પોટલીઓનો ઢગલો પડ્યો હતો જે ગુજરાતની દારુ બંધી અને વડોદરાની પોલીસની કાર્યક્ષમતા અને આબરૂના લીરે લીરા ઉડાડી રહી હતી.
વડોદરાની પોલીસ દેશી કે વિદેશી દારૂ પકડવા માટે ડ્રોન ઉડાડવું, રેડ કરવી, બુટલેગરોને પાસા કરવા જેવી અનેક કામગીરી વારંવાર કાગળ પર કરે છે. પરંતુ આવી કામગીરીનો બુટલેગરોમાં સહેજ પણ ડર દેખાતો નથી. જેનો પ્રત્યક્ષ પુરાવો આપવો હોય તેવી ઘટના આજે બની છે.
કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતાં. બરાબર તેવા જ સમયે કે તેમનો તેમનો કોન્વોય એરપોર્ટથી એલ. એન્ડ ટી સર્કલ તરફ જઇ રહ્યો હતો. ત્યારે જ રસ્તા પર દેશી દારુની પોટલીઓ પડેલી હતી તેને કારણે કોન્વોયને પોટલીઓની બાજુમાંથી લઇ જવાની ફરજ પડી હતી.
ગુજરાતમાં દારૂબંધી છે તે વાતથી કેન્દ્રના આ પ્રધાન અજાણ નહીં હોય ત્યાર સાંચી સ્થિતિ શું છે તેનો તેમને ખ્યાલ આવી ગયો હશે જ. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કેવી છે તે બતાવતી વડોદરામાં આજે એક ઘટના બની જેના સાક્ષી બીજુ કોઇ નહિ પરંતુ કેન્દ્રના પ્રધાન રામદાસ આઠવલે છે.
આ અંગે મળતી વિગતો મુજબ આજરોજ બપોરના એક યુવક ટુ વ્હીલર લઇને એરપોર્ટ સર્કલથી એલ. એન્ડ ટી. સર્કલ તરફ જઇ રહ્યો હતો. યુવકના ટુ વ્હીલર પર બે મોટા પોટલા રાખેલા હતા. આ યુવકનું ટુ વ્હીલર બ્રિજ ઉતરીને નીચે આવતા જ રસ્તા પર ઢોરની અડફેટે તે આવી જતા વાહન પર કાબુ રાખી શક્યો નહી તેથી ટુ વ્હીલર પર રાખેલા પોટલાઓ રસ્તા પર પી ગયા તેથી પોટલામાંથી દેશી દારૂની પોટલીઓ રસ્તા પર વિખેરાઇ ગઇ.
પોલીસના સાયરનથી આ યુવક ત્યાથી નાસી ગયો. કેટલીક પોટલીઓ તો રસ્તામાં ફાટી જવાને કારણે આખાય રસ્તા પર દુર્ગંધ મારતી હતી. તેવા સમયે એક યુવતી લોકોને આ સ્થળથી દુર રહીને જવા માટે વિનંતી કરતી હતી. કોનવોય સાથેની પોલીસે રસ્તા પરથી પોટલીઓ ઉપાડવાની કામગીરી કરી હતી.
(પ્રતિકાત્મક તસવીર)