દરેક ભારતીયને મળશે મેડિકલ વીમોઃ 21 કંપનીઓ સાથે સરકારની વાતચીત

| Updated: October 12, 2021 4:01 pm

મેડિકલ વીમો અત્યારના સમયમાં અનિવાર્ય બની ગયો છે. સરકાર હવે દરેક ભારતીયને હેલ્થ ઇન્શ્યોરન્સમાં આવરી લેવા વિચારે છે. આ માટે 21 કંપનીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે.

40 કરોડથી વધુ ભારતીયોને સ્વૈચ્છિક ધોરણે આ યોજનામાં સામેલ કરવામાં આવશે અને તેમને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કવર અપાશે.

આ એક પાઈલટ પ્રોજેક્ટનો ભાગ છે અને તેમાં નેશનલ હેલ્થ ઓથોરિટી તથા વીમા કંપનીઓ વચ્ચે એમઓયુ કરવામાં આવશે. જે કંપનીઓ આ પ્રોજેક્ટમાં સામેલ થશે તેમને વધારે સબસિડી સાથે કવરેજ કરવામાં આવશે.

દેશમાં પીએમજેએવાય યોજના પહેલેથી છે જેમાં 50 કરોડ જેટલા ગરીબોને સામેલ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ આખા પરિવારને આવરી લેવાય છે. તેમને પાંચ લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. નવી યોજનામાં લોકોને સ્વૈચ્છિક ધોરણે સામેલ કરાશે. આ યોજના એવા લોકો માટે છે જેમની પાસે કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ નથી.

અત્યારે અત્યંત ગરીબોને વીમા યોજનામાં આવરી લેવામાં આવ્યા પછી પણ ઘણા લોકો એવા છે જેમની પાસે કોઈ વીમો નથી. તેઓ સરકારી યોજનાઓનો લાભ નથી લઈ શકતા. તેનું કારણ વીમાના પ્રીમિયમના ઊંચા દર છે. તેથી આવા લોકોને સુવિધા આપવા માટે નવી યોજનાનો ઉપયોગ કરાશે.

Your email address will not be published. Required fields are marked *