જાણો વિવિધ બેન્કના ફિક્સ્ડ ડિપોઝિટ દર વિશે

| Updated: June 22, 2022 11:34 am

ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) રોકાણકારો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ તેના નીતિગત દરમાં વધારો કર્યો છે અને વધુ વધારાની શક્યતાના પગલે બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. બેંક એફડીને શેર કરતા વધુ સુરક્ષિત માનવામાં આવે છે, ઘણા રોકાણકારો તેને ઇક્વિટી કરતા વધુ પસંદ કરે છે.


જૂન 2022ની સ્થિતિએ 2 કરોડથી ઓછી રકમનાં રોકાણ માટે કેટલાક સૌથી સારા ફિક્સ્ડ ડિપોઝિટ પરનાં વ્યાજનાં દર પર નજર નાખીએ.
1. આરબીએલ બેંક: સામાન્ય નાગરિકો માટે, વ્યાજ દર વર્ષે 3.25 ટકા થી 6.30 ટકા સુધીનો હોય છે, અને વરિષ્ઠ નાગરિકો માટે તે 3.75 ટકા અને 6.80 ટકા ની વચ્ચે હોય છે.

2. ડીસીબી બેંક: સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો માટે 1 વર્ષની એફડી માટે વ્યાજ દર અનુક્રમે 6 ટકા અને 6.5 ટકા છે.

3. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા: સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર 2.90 ટકા થી 5.50 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 3.40 ટકા થી 6.30 ટકા ની વચ્ચે છે.

4. એચડીએફસી બેંક: સામાન્ય નાગરિકો માટે, વ્યાજ દર 2.75 ટકા થી 5.75 ટકા છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે તે 3.25 ટકા થી 6.50 ટકા છે.

5. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક: સામાન્ય નાગરિકો માટે આ દર 3.50 ટકાથી 6 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 4 ટકાથી 6.25 ટકા છે.

6. ઇન્ડસઇન્ડ બેંક: સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો માટે 1 વર્ષની એફડી માટે વ્યાજ દર અનુક્રમે 6 ટકા અને 6.5 ટકા છે.

7. બંધન બેંક: સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો માટે 1 વર્ષની એફડી માટે વ્યાજ દર અનુક્રમે 5.75 ટકા અને 6.5 ટકા છે.

8. કોટક મહિન્દ્રા બેન્ક: સામાન્ય નાગરિકો માટે આ દર 2.5 ટકાથી 5.5 ટકા છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 3 ટકાથી 6 ટકા છે.

9. પંજાબ નેશનલ બેંક: સામાન્ય નાગરિકો માટે આ દર 3 ટકા થી 5.2 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 3.5 ટકા થી 5.7 ટકા ની વચ્ચે છે.

10. કેનેરા બેંક: સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો માટે 1 વર્ષની એફડી માટે વ્યાજ દર અનુક્રમે 5.3 ટકા અને 5.8 ટકા છે.

Your email address will not be published.