મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન લોટસ’ના બે યજમાન અને બે વાટાઘાટકાર

| Updated: June 23, 2022 9:58 am

શિવસેનાના સિનિયર નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યોએ પક્ષ સામે બળવો કરતાં  મહારાષ્ટ્રમાં રાજકીય અનિશ્ચિતતાનો માહોલ છે. શિંદે અને અન્ય ધારાસભ્યો આસામના ગુવાહાટી પહોંચ્યા બાદ શિંદેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 40 ધારાસભ્યો તેમની સાથે છે.

વિધાનપરિષદની ચૂંટણીના કલાકો બાદ સોમવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને કેટલાક ધારાસભ્યો સુરતની હોટલમાં પહોંચ્યા બાદ રાજકીય સંકટ સર્જાયું હતું, વિધાનસભામાં ઓછા સભ્યો હોવા છતાં ભાજપે પાંચમી બેઠક જીતી હતી.અપક્ષ ધારાસભ્યો અને નાના પક્ષોના ધારાસભ્યોના સમર્થન ઉપરાંત શાસક ગઠબંધનના શંકાસ્પદ ક્રોસ વોટિંગને કારણે ભાજપ જીત્યો હોવાનું મનાય છે. એવા અહેવાલો અને અટકળો છે કે મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકારને ઉથલાવવા શિંદે અને અન્ય ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.


યજમાન
ગુવાહાટી જતા પહેલા એકનાથ શિંદે અને સેનાના અન્ય ધારાસભ્યો સુરતની હોટલ લા મેરિડિયનમાં રોકાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે સામે શિંદેના બળવા પાછળ ગુજરાત ભાજપનાં પ્રમુખ સી.આર.પાટીલની મહત્વની ભુમિકા છે. સેનાના ધારાસભ્યો સુરત પહોંચ્યા ત્યારે પાટિલે તેમની મહેમાનગતિ કરી હતી. પાટીલ તેમના તમામ કાર્યક્રમો રદ કરીને અમદાવાદથી સુરત દોડી ગયા હતા. ગુજરાત પોલીસે જે હોટલમાં સેનાના ધારાસભ્યો રોકાયા હતા ત્યાં સુરક્ષા વધારી દીધી હતી.

સી.આર.પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની હતા, પરંતુ તેઓ ગુજરાતમાં સ્થાયી થયા છે. શિંદે અને તેમના ટેકેદારોને સુરતની એક ફાઇવ સ્ટાર હોટેલમાં રાખવાનો આઇડિયા તેમનો હતો. ડિઝાઇન કર્યો હતો. પક્ષને ખાતરી આપવામાં આવી હતી કે બળવાખોર ધારાસભ્યોને પૂરતી સુરક્ષા મળશે કારણ કે સુરત સી.આર.પાટીલનું વતન છે. મળતી માહિતી પ્રમાણે પાટીલે સુરતની હોટલમાં એકનાથ શિંદે સાથે પણ મુલાકાત કરી હતી. શિંદેના ગુજરાતનાં રોકાણ દરમિયાન  દરમિયાન સી.આર.પાટીલ સતત તેમના સંપર્કમાં હતા.

જુલાઈ 2020માં 67 વર્ષીય સી.આર.પાટીલની ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા.આવી હતી. તેઓ 1989માં ભાજપમાં જોડાયા હતા. પાટીલ ત્રણ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને હાલ ગુજરાતના નવસારી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. પાટીલ પીએમ મોદીના સૌથી મહત્વનાં “બેકરૂમ બોય્સ” પૈકીનાં એક છે. 2014થી, પાટિલ ઉત્તર પ્રદેશ અને બિહારમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે, તેમને વડા પ્રધાનના મતવિસ્તાર, વારાણસીના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને વારાણસીમાં ગંગા ઘાટની સફાઇની યોજનામાં પણ તેઓ  સક્રિય છે.

શિંદેની આગેવાનીમાં 40 ધારાસભ્યો ભાજપ શાસિત આસામની રાજધાની પહોંચ્યા બાદ બુધવારે તખ્તો સુરતથી ગુવાહાટી ખસેડાયો હતો. તે પછી આ રાજકીય ખેલમાં આસામનાં મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાની એન્ટ્રી થઇ હતી. તેઓ બળવાખોર ધારાસભ્યો રોકાય હતા તે હોટલમાં ગયા હતા. તેમણે મહારાષ્ટ્રના ધારાસભ્યો આવે તે પહેલા ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલની મુલાકાત લીધી હતી.

ગુવાહાટી એરપોર્ટ પર ભાજપના ધારાસભ્ય સુશાંતા બોરગોહેને શિવસેનાના ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુશાંતા બોરગોહેન 2021માં ભાજપમાં જોડાયા હતા. બોરગોહેન સીએમ હિમંત બિસ્વા સરમાની ખૂબ નજીક હોવાનું મનાય છે.

હિમંત બિસ્વા સરમા પૂર્વોત્તર ભારતમાં ભાજપના સૌથી મહત્વપૂર્ણ નેતા છે. તેમને એવા પ્રદેશમાં પક્ષનું વર્ચસ્વ ઉભું કરવાનો શ્રેય આપવામાં આવે છે જયાં તેનું અગાઉ અસ્તિત્વ ન હતું. પીએમ મોદી, અમિત શાહ, અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના તમામ મોટા નેતાઓ સાથે તેમના સમીકરણો ઘણા સારા છે. હિમાંતા બિસ્વા સરમાનો પ્રભાવ અરૂણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપની અથવા ગઠબંધન સરકાર બનાવવામાં જોવા મળે છે.

વાટાઘાટાકાર
એવા અહેવાલો છે કે મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકારને ઉથલાવવા શિંદે અને અન્ય ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે અને બળવાખોર ધારાસભ્યો સાથે વાટાઘાટો કરવાની જવાબદારી પક્ષના બે વરિષ્ઠ નેતા- કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિને સોંપવામાં આવી છે.

ભૂપેન્દ્ર યાદવ હાલ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી અને શ્રમ અને રોજગાર મંત્રી છે. તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. ભાજપમાં તેઓ સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવા માટે જાણીતા છે. આ પહેલા પણ ભુપેન્દ્ર યાદવ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવના પદ પર રહી ચૂક્યા છે. રાજકીય દાવપેચ અને વાટાઘાટોનો બહોળો અનુભવ ધરાવતા યાદવ પક્ષના મહત્વના નેતા ગણાય છે.

સીટી રવિ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મહારાષ્ટ્ર, ગોવા અને તમિલનાડુના પાર્ટી પ્રભારી છે. રાજકીય રીતે નિર્ણાયક મહારાષ્ટ્ર રાજ્યમાં તેમની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે કારણ કે તેઓ રાજ્યમાં પક્ષની બાબતો સંભાળી રહ્યા છે. સપ્ટેમ્બર 2020માં, તેમને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઓક્ટોબર 2020 માં, તેમણે કર્ણાટક સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, સીટી રવિ ચિકમંગલુરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મે મહિનામાં ભાજપના ગોવા પ્રભારી સીટી રવિએ ખુલાસો કર્યો હતો કે વિપક્ષના પાંચ વધારાના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને જો ભાજપ હાઈકમાન્ડ મંજૂરી આપે તો તેમાં જોડાઈ શકે છે. રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 20 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. એમજીપીના 2 ધારાસભ્યો અને 3 અપક્ષ ધારાસભ્યો સાથે ગઠબંધન કર્યા બાદ ભાજપ પાસે હાલ 25 સભ્યોનું સમર્થન છે.

Your email address will not be published.