સ્ટ્રોબેરી મૂન: જાણો ક્યારે અને ક્યાં જોશો સુપરમૂન

| Updated: June 14, 2022 9:44 am

જૂન મહિનો અનેક ખગોળીય ઘટના નિહાળવાનો મહિનો છે.જો તમે એક સીધી લાઇનમાં પાંચ ગ્રહોનું દુર્લભ દૃશ્ય જોયું હોય, તો ‘સ્ટ્રોબેરી મૂન’ નામના વધુ એક અદભૂત નજારા માટે તૈયાર થઈ જાઓ.

સ્ટ્રોબેરી મૂન 14 જૂને સૌથી સારી રીતે જોઇ શકાશે.નવાઈની વાત એ છે કે ‘સ્ટ્રોબેરી મૂન’ સ્ટ્રોબેરીને બિલકુલ મળતો આવતો નથી! નાસાના જણાવ્યા અનુસાર, આ નામ અમેરિકા અને કેનેડાની એલ્ગોનક્વિન જનજાતિઓ પરથી ઉતરી આવ્યું છે, જેમણે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉગતા છોડના નામ પરથી પૂર્ણ ચંદ્રનું નામ રાખ્યું હતું.
નાસાને અનુસરીને ‘સ્ટ્રોબેરી મૂન’ને મીડ મૂન અથવા હની મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે વર્ષના આ મહિનામાં મોટાપાયે મધ એકઠું કરાય છે.તેને હનીમૂન શબ્દ સાથે પણ સંબંધ છે, જે જૂનમાં મોટી સંખ્યામાં થતાં લગ્ન સાથે સંકળાયેલું છે.

જૂનમાં પુનમને ભારતમાં હિંદુઓ વટ પૂર્ણિમાનાં તહેવાર તરીકે ઉજવે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને પરિણીત મહિલાઓ આ વ્રત કરે છે.

સત્યવાન-સાવિત્રીની કથા અનુસાર પતિપરાયણ સાવિત્રીએ પતિનાં પ્રાણ બચાવવા યમરાજને છેતર્યા હતા. પરિણામે વટ પૂર્ણિમાએ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પરણિત મહિલાઓ ઉપવાસ કરે છે અને પતિનાં લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.14 જૂને, લગભગ સાંજે 5:22 વાગ્યે પુનમ ખિલશે અને આખી રાત દેખાશે.તમે તેને પછીની રાતે પણ જોઈ શકો છો.

ચાલો આગામી પુનમ વિશે સમજીએ,ચંદ્ર વર્ષના 354 દિવસોમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં 12 પુનમનો સમાવેશ થાય છે. કયારેક 365-દિવસના ગ્રેગોરિયન વર્ષને કારણે જ વધારાની પુનમ આવે છે જોકે 2022માં વધારાની પુનમ નથી. આગામી પૂર્ણ ચંદ્ર જુલાઈ 2022માં દેખાશે. બક મૂન તરીકે ઓળખાતો પુનમનો ચંદ્ર બપોરે 2:37 વાગ્યે સૌથી વધુ ખિલશે..

Your email address will not be published.