અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘પે એન્ડ પાર્ક’ની સુવિધા શરૂ કરવામાં આવી છે. AMC(AMC) દ્વારા શરૂ કરાયેલી આ ‘પે એન્ડ પાર્ક’ની સુવિધામાં કોન્ટ્રાકટરો લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્લાઝા માં વાહન પાર્ક કરવાના નક્કી કરેલ ચાર્જની જગ્યાએ ડબલ ચાર્જ લેતા હોવાની રજૂઆત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં બીજેપીના સભ્યે આની ફરિયાદ કરી છે, જેથી વિવાદ સર્જાયો છે.
સુવિધામાં પ્રથમ 10 થી 15 મિનિટ ફ્રી પાર્કિંગ સુવિધા હોવી જોઈએ. પણ AMC દ્વારા ફળવાયેલા પાર્કિંગમાં કોન્ટ્રાકટરો મનમાંની કરીને નાગરિકો પાસેથી નિયત ફી કરતાં ડબલ ચાર્જ વસૂલવામાં આવે છે. લો ગાર્ડન પાસે આવેલા સમર્થેશ્વર મહાદેવ સર્કલ પાસે ટુ વહીલર વાહન પાર્કિંગમાં કોન્ટ્રાકટર દ્વારા ડબલ ચાર્જ લેવામાં આવે છે. અને તેઓ એક કલાકના 5 રૂપિયા ના બદલે 10 રૂપિયા વસૂલ કાર્યા હોવાની ફરિયાદ કસ્ટેન્ડિંગ કમિટીમાં બીજેપીના સભ્ય દર્શન શાહે કરી હતી.
આ પણ વાંચો: હોમગાર્ડ, પટ્ટાવાળા જેવી સરકારી નોકરીની લાલચ આપી TRB જવાને 42 હજારની ઠગાઇ આચરી
શહેરમાં અનેક સ્થળે પાર્કિંગમાં કોન્ટ્રાકટરો દ્વારા લાલિયાવાડી ચલાવતા હોય છે. એસ્ટેટ એજન્ટ વિભાગના અધિકારીઓ તપાસ કરવા જતાં નથી, કેટલીક જગ્યાએ તો પાર્કિંગની સ્લીપ પણ આપવામાં આવતી નથી. આ રીતે સમગ્ર વહીવટ પાર્કિંગમાં ચાલે છે