ટાટા ગ્રુપની જાહેરાત, એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની પેટાકંપની નથી

| Updated: April 14, 2022 6:39 pm

ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાએ(air India) ટ્વીટ કરીને જાણકારી આપી છે કે એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની (air India) સબસિડિયરી નથી. તે હવે સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે. ટાટા જૂથે ઓક્ટોબરમાં સૌથી વધુ બોલી લગાવીને ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને સરકાર પાસેથી ખરીદી હતી.

એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની પેટાકંપની નથી. હવે તે સંપૂર્ણપણે સરકારી કંપની છે. જ્યારે એર ઈન્ડિયા હવે ટાટા જૂથની એરલાઈન બની ગઈ છે એટલે કે તે હવે ખાનગી કંપની છે. ટાટા ગ્રૂપની કંપની બન્યાના ઘણા મહિનાઓ બાદ એર ઈન્ડિયાએ એલાયન્સ એર વિશે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

એર ઈન્ડિયાએ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે જેમાં એલાયન્સ એર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એર ઈન્ડિયાએ કહ્યું છે કે મુસાફરોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે 15 એપ્રિલથી એર ઈન્ડિયા એલાયન્સ એર સાથે સંબંધિત બુકિંગ અને બિઝનેસને હેન્ડલ કરશે નહીં. મતલબ કે શુક્રવારથી હવે એલાયન્સ એર પોતાની ટિકિટ બુક કરશે.

એર ઈન્ડિયા(air India) દ્વારા એડવાઈઝરી જારી
કરવામાં આવી છે. એર ઈન્ડિયા(air India) દ્વારા આ અંગે એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે મુસાફરોની પાસે એર ઈન્ડિયાની 4 અંકની ફ્લાઇટ નંબરની ટિકિટ છે જે 9 અંકથી શરૂ થાય છે અથવા 3 અંકની ફ્લાઈટ નંબર 9I થી શરૂ થાય છે, તેમના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ બુકિંગ એલાયન્સ એરના છે.

હવાઈ પ્રવાસીઓએ +91-44-4255 4255 અને +91-44-3511 3511 પર સંપર્ક કરવો જોઈએ . આ સિવાય મુસાફરો support@allianceair.in પર ઈ-મેઈલ કરીને બુકિંગ અથવા અન્ય માહિતી પણ મેળવી શકે છે.

ટાટા જૂથે ખોટમાં ચાલી રહેલી અને દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન એર ઇન્ડિયાને(air India) ખરીદવાની બિડ જીતી લીધી હતી. આ પછી, કેન્દ્ર સરકારે ઔપચારિક રીતે ટાટા જૂથને એર ઈન્ડિયાની માલિકી સોંપી દીધી. જ્યારે એલાયન્સ એર સરકારી કંપની રહી. અત્યાર સુધી એર ઈન્ડિયા તેનો બિઝનેસ અને બુકિંગ સંભાળતી હતી.

Your email address will not be published.