નિયમો માત્ર પ્રજા માટે: નાઈટ ટુનામેન્ટમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પોતે જ માસ્ક વિના જોવા મળ્યા

| Updated: January 8, 2022 6:49 pm

રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે અને નેતાઓ નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. ત્યારે ખેરાલુંમાં અલ્પેશ ઠાકોર અને અજમલજી ઠાકોરે નાઈટ ક્રિકેટ ટુનામેન્ટમાં હાજર રહ્યા હતા. તેઓની સાથે મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા અને નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુનામેન્ટમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. જો કે, ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિની જાણ થતા મોટી સંખ્યામાં લોકો કોરોના ભૂલી જોડાયા હતા. આ સાથે સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યાં હતા.

આ ટુર્નામેન્ટમાં ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું. એવું લાગી રહ્યું હતું કે નિયમો તો માત્ર પ્રજા માટે જ છે. ભાજપના નેતાઓને તો ખુલ્લેઆમ કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. જો કે, હવે સવાલ એ ઉભો થાય છે કે, જયારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી?

તમને જણાવી દઈએ કે, રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધવાને કારણે સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. લોકોને સાવચેતી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. ત્યારે બીજી બાજુ ભાજપના નેતાઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે.

Your email address will not be published.