ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમામ પાર્ટીના નેતાઓ ઉભરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ફરી એકવાર સક્રિય થયા છે. તેઓએ જણાવ્યું કે 2022 વિધાનસભાની ચૂંટણી લડવા માટે અને જીતવા માટે દાવો કર્યો છે. રાધનપુરમાં એક સમૂહ લગ્ન યોજાયા હતા તે કાર્યકર્મમાં તેણે આ નિવેદન આપ્યું હતું.
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યં કે, હું રાધનપુરથી ચૂંટણી લડીશ અને રાધનપુરના તમામ લોકોએ મારો સાથ આપવાનો છે અને મને મને જીતાડવાનો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીંનો વિકાસ અટકી ગયો છે. તેમણે વધુમાં કહ્યુ કે, અલ્પેશ ઠાકોર લડવાનો જ છે અને જો ના લડે તો જે લોકો દગો કરે છે તે લોકોતો ભૂલી જજો કે તમે લડી શકશો.
આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરના વિસ્ફોટકો નિવેદનો સામે આવી રહ્યા છે. ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુર બેઠક અંગે અલ્પેશના દાવા બાદ રાજકીય ગરમાવો આવ્યો છે.
પૂર્વ MLA લવિંગજી ઠાકોરે અલ્પેશના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, હું પણ રાધનપુર બેઠક પરથી લડવાનો દાવેદાર છું. અલ્પેશ ઠાકોર કહે છે કે, લવિંગજી સમાજને તોડવાનું કામ કરે છે તો સમાજે મને અપક્ષમાંથી જીતાડ્યો હતો. હું ઠાકોર સમાજમાં 24 કલાક હોવ છું અન્ય સમાજમા પણ જાવ છું.