વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આ આગાહી

| Updated: July 28, 2022 11:14 am

ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.પરંતુ છુટોછવાયો વરસાદ જોવા મળશે.

24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી સાથે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.અત્યાર સુધીમાં 66 ટકા વરસાદ ટોટલ પડી ગયો છે.ચોથી ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધશે.ગીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોના પાક હવે નિષ્ફળ થઇ જવાની ભીંતી સેવાઇ રહી છે.જેને લઇને ખેડૂતોમાં હવે ચિંતા જોવા મળી રહી છે.હવે સ્થિતી લીલા દુકાળ સમાન થઇ ગઇ છે.અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 117.16 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

આગામી દિવસોમાં પણ જો ભારે વરસાદ પડ્યો તો ખેડૂતોને મોટી નુકશાની થવાની સંભવાનાઓ છે.બીજી બાજુ ભારે વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના જળાશયો ભરાઇ ગયા છે જેના કારણે ખેડૂતોને શિયાળું પાકને માટે પાણી મળી રહેશે

Your email address will not be published.