Weather: અંબાલાલએ હવામાનને લઇ કરી આગાહી, જાણો શું કહ્યું?

| Updated: August 1, 2022 3:36 pm

ગુજરાતમાં હમણા વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.કયારેક વધુ પડતો તડકો પડી રહ્યો છે તો કયારેક ગરમી પડી રહી છે.આ વચ્ચે હવામાનને લઇને અંબાલાલ પટેલે આગાહી કરી છે અને હવામાન વિભાગ દ્રારા પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વરસાદ પડશે પણ અતિભારે વરસાદની હાલ કોઇ સ્થિતી જોવા મળી રહી નથી.વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે હાલ ભારે વરસાદ નહી પડે પરંતુ છૂટો છવાયો વરસાદ રહેશ.તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 33થી 35 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

અત્યાર સુધીના વરસાદની વાત કરવામાં આવે તો રાજયમાં સરેરાશ 70 ટકા વરસાદ નોંધાયો છે અને કચ્છમાં સૌથી વધુ 117 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આ ચોમાસાના અનેક રેકોર્ડ તૂટી શકે છે.અમદાવાદમાં 3 વાગ્યાથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે અચાનક વાતાવરણમાં બદલાવ આવતાની સાથે ઝાપટાની શરૂઆત થઇ હતી.

Your email address will not be published.