અમદાવાદમાં કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં, AMCએ ટેલી મેડિસિન હેલ્પલાઇન શરૂ કરી

| Updated: January 8, 2022 3:59 pm

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ 8 જાન્યુઆરીથી સંજીવની ટેલિમેડિસિન સેવા શરૂ કરી છે.

મોટાભાગના દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે

સંજીવની કોરોના હોમ કેર સર્વિસની ટીમો નિયમિત સમયાંતરે આ દર્દીઓની મુલાકાત લે છે, તેમની તપાસ કરતા હોય છે અને જરૂરી લાગે તે દવાઓ પણ આપવામાં આવે છે. જયારે જે દર્દીને હોસ્પિટલમાં સારવાર આપવા જેવી લાગતી હોય તેવા દર્દીને દાખલ થવા માટેની સલાહ પણ આપવામાં આવી રહી છે.

જો કે, નિષ્ણાતો પાસેથી વધારાની સલાહ લેવા માંગતા લોકો માટે AMCએ શનિવારે ટેલિમેડિસિન હેલ્પલાઇન શરૂ કરી છે. હેલ્પલાઈન શરૂ કરવાની સૂચના રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ દ્વારા આજે મળેલી બેઠકમાં આપવામાં આવી હતી.

અમદાવાદમાં દર્દીઓ કોવિડ-19 સારવાર માટે ટેલિ-કન્સલ્ટેશન મેળવવા માટે 14499 પર કૉલ કરી શકે છે. તેમને ડોકટરોના સંપર્કમાં રાખવામાં આવશે જેઓ ફોન પર જરૂરી તબીબી માર્ગદર્શન આપશે. આ સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.

Your email address will not be published.