સ્વચ્છતા કર્મચારીઓ અને ગંદકી કરનારાઓ પર નજર રાખવા એએમસી ટૂંક સમયમાં લોન્ચ કરશે એપ

| Updated: June 21, 2022 9:51 am

સ્વચ્છતા કર્મચારીઓની ગેરહાજરી અને ગંદકી ફેલાવનાર લોકો પર નજર રાખવા માટેના એક તાજેતરના પગલામાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) કચરો અને સ્વચ્છતા-સંબંધિત બનતા મુદ્દાઓની તપાસ કરવા એક નવી એપ્લિકેશન લોન્ચ કરવા માટે તૈયાર છે.

આ નવી એપ્લિકેશન ફિલ્ડવર્ક મોનિટરિંગ મોડ્યુલ, કચરો ફેંકનારાઓ માટે ત્વરિત એમ-ચલાન, ફરિયાદો નોંધવા માટેનું મોડ્યુલ અને એએમસીના સ્વચ્છતા કર્મચારીઓ માટે જીપીએસ-આધારિત હાજરી સિસ્ટમથી સજ્જ હશે.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, અમદાવાદમાં નાગરિકોએ રસ્તા પરનો કચરો સાફ કરવામાં એએમસીના સેનિટેશન સ્ટાફની અનિયમિતતા અંગે લગભગ 14,916 ફરિયાદો તેમજ એપાર્ટમેન્ટ્સ અને સોસાયટીઓમાંથી ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવામાં અનિયમિતતા અંગે 28,216 ફરિયાદો નોંધાવી છે. અન્ય ફરિયાદોમાં ડ્રેનેજ સિસ્ટમ બ્લોકેજ અને ખરાબ સ્ટ્રીટલાઇટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાગરિકોએ શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપન અંગે પણ ફરિયાદો નોંધાવી છે.

આ મુદ્દાઓ અને ફરિયાદોનો સમયસર નિકાલ લાવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને અન્ય કેટલીક એપ્લિકેશનો શરૂ કરી છે તેમજ કેટલીક એપ્લિકેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. જેથી કેટલીક એપ્લિકેશન નાગરિકોના ઉપયોગમાં છે અને અન્ય હજુ વિકાસ હેઠળ છે.

Your email address will not be published.